મનોરંજન

BIG B છે ‘આ’ના રસિયા, દિવસમાં વિતાવે છે આટલા કલાક, જાણી લો રહસ્ય!

મુંબઇ: યુવાનો હોય, વૃદ્ધો હોય કે પછી બાળકો બધા ને જ હાલ રીલ્સનો ભયંકર ચસ્કો લાગ્યો છે. ત્યારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આમાંથી બાકાત રહ્યાં નથી. બિગ બી હાલ રીલ્સને કારણે ચર્ચામાં આવ્યા છે, કારણ કે સામાન્ય લોકોની જેમ જ હવે આ શહેનશાહને પણ લાગ્યો છે રીલ્સનો ચસ્કો. અને એમાં રોજના બેથી ત્રણ કલાક રીલ્સ જોવામાં જ નીકળી જાય છે છે એમ જાતે અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ 15ના મંચ પરથી કહ્યું હતું.

કેબીસી 15ના મંચ પરથી અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે હું બ્લોગ જોવા ફોન હાથમાં લઉ છું ત્યારે સોશિયલ મીડિયા પરની રીલ્સ મને ઇશારા કરતી હોય તેમ લાગે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના જીવનમાં ડોકિયું કરવાનું મને પણ ગમે છે. આમા બે-ત્રણ કલાક કેવી રીતે નીકળી જાય છે એ ખબર જ નથી પડતી.


અમિતાભ બચ્ચને વધુમાં કહ્યું હતું કે એક-બે વર્ષ પહેલાં હું મારા ડાયલોગ્સની ખૂબ જ પ્રેક્ટિસ કરતો હતો પણ હવે પ્રેક્ટિસ કરવાનું છોડીને આ સમય સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં કાઢી નાંખુ છું. જોકે હવે હું સોશિયલ મીડિયા અને ફોન પર ઓછામાં ઓછો સમય આપું એ વાત પર ધ્યાન આપી રહ્યો છું.


બચ્ચને કહ્યું હતું કે સોશિયલ મીડિયાને કારણે મને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક વાત અંગે પોતાના વિચારો સોશિયલ મીડિયાના મંચ પર મૂકવાની મને ખરાબ આદત લાગી છે, એમ બીગ બીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button