રેખા કે જયા બચ્ચન નહીં પણ આ એક્ટ્રેસને ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા Amitabh Bachchanએ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન 83 વર્ષે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. 1969થી શરૂ થયેલી તેમની એક્ટિંગની સફજ 56 વર્ષ બાદ પણ પુરપાટ ઝડપે દોડી રહી છે. બિગ બીની એનર્જી અને વર્ક એફિશિયન્સી જોઈને તો ભલભલા જુવાનિયાઓ પણ શરમાઈ જાય. પણ શું તમને ખબર છે કે બિગ બીએ એક સમયે જયા બચ્ચન કે રેખા નહીં પણ બી-ટાઉનની જાણીતી એક્ટ્રેસ માટે ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા? નહીં ને? ચાલો આજે તમને આ ઈન્ટ્રેસ્ટિંગ કિસ્સા વિશે જણાવીએ…

બિગ બીએ માત્ર બોલીવૂડ જ નહીં પણ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અને સન્માનિત કલાકારોમાંથી એક છે. બિગ બી સાથે કામ કરવાની દરેકની ઈચ્છા હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે એક એક્ટ્રેસ એવી પણ છે કે જેણે બિગ બી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ શ્રીદેવી છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવીને મનાવવા માટે બિગ બીએ ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા.
વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચન અને શ્રીદેવી ફિલ્મ ખુદા ગવાહમાં સાથે કામ કર્યું હતું, જે 1992માં રિલીઝ થઈ હતી. પરંતુ પહેલાં શ્રીદેવી ખુદા ગવાહમાં કામ કરવા તૈયાર નહોતા. બિગ બીએ શ્રીદેવીને મનાવવા માટે એવું કંઈક કર્યું કે જેની શ્રીદેવીએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. આ કિસ્સાનો ઉલ્લેથ શ્રીદેવી પર લખાયેલાં પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
અમિતાભ અને શ્રીદેવી બંને ખુદા ગવાહ પહેલાં પણ બે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે ખુદા ગવાહના ડિરેક્ટર મુકુલ એસ. આનંદ બિગ બી પાસે સ્ક્રિપ્ટ લઈને પહોંચ્યા ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે આ ફિલ્મમાં તેમની સાથે શ્રીદેવી હશે. પરંતુ બિગ બીનું એવું માનવું હતું કે બંને જણ સાથે પણ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે તો હવે એ વાત ના પણ બને અને થયું પણ એવું જ. શ્રીદેવી બિગ બી સાથે ફિલ્મમાં કામ કરવા તૈયાર નહોતા અને તેમને મનાવવા માટે બિગ બીએ ગુલાબોથી ભરેલી આખી ટ્રક મોકલાવી હતી.
બિગ બી ટ્રક ભરીને ગુલાબ મોકલાવે અને શ્રીદેવી ના માને એવું તો કઈ રીતે થાય? આખરે શ્રીદેવી બિગ બી સાથે ખુદા ગવાહમાં કામ કરવા તૈયાર થઈ ગયા, પણ એક શરત સાથે. શ્રીદેવીએ આ ફિલ્મમાં કામ કરવા માટે મેકર્સ સામે શરત મૂકી કે આ ફિલ્મમાં મા-દીકરીનો રોલ કરશે. મેકર્સે આ શરત માન્ય રાખી અને ફિલ્મમાં શ્રીદેવી ડબલ રોલમાં જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને થોડાક સમય પહેલાં એવા અહેવાલ આવી રહ્યા હતા કે બિગ બી કેબીસીની આગામી સિઝન હોસ્ટ નહીં કરે, પણ હવે એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે બિગ બી જ કેબીસીની આગામી સિઝન પણ હોસ્ટ કરશે…
આ પણ વાંચો: સલમાન ખાન અને મોહનલાલ ફિક્કા પડી ગયા આ એક્ટર સામે