મનોરંજન

Amitabh Bachchanએ કર્યા રામ લલ્લાના દર્શન અને કહ્યું કે…

બાવીસમી જાન્યુઆરીનો દિવસ માત્ર રામભકતો જ નહીં પણ દરેક ભારતીય માટે ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અવિસ્મરણીય હતો, કારણ કે વર્ષોની પ્રતિક્ષાનો અંત આવ્યો હતો અને ભગવાન રામ ગર્ભ ગૃહમાં બિરાજમાન થયા હતાં. આ ઐતિહાસિક કાર્યક્રમમાં અનેક રાજકારણીઓ, ઉદ્યોગપતિ અને સેલેબ્સે હાજરી આપી હતી. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પોતાના દીકરા અભિષેક બચ્ચન સાથે આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ પોતાના જીવનની નાની મોટી ઘટનાઓ અંગેની માહિતી ફેન્સ સાથે શેર કરતા હોય છે. બિગ બીએ આજે પોતાના ઑફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી રામ લલ્લાના ફોટો પોસ્ટ કર્યા છે. બિગ બીએ પોસ્ટ કરેલા ફોટોમાં તેઓ ગર્ભ ગૃહમાં ઊભા રહીને રામ લલ્લાના દર્શન કરતાં જોવા મળી રહ્યા છે.

ફોટાની કેપ્શનમાં બિગ બીએ લખ્યું છે કે બોલ સિયા પતિ રામચંદ્ર કી જય…. આગળ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે દિવ્ય ભાવનાની પ્રાસંગિકતાથી ભરપૂર દિવસ… અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાથી પાછો ફર્યો આજે… મહિમા ઉત્સવ અને વિશ્વાસની આસ્થા. આનાથી વધારે કંઈ જ કહી શકાય એમ નથી, કારણ કે આસ્થાનું કોઈ વર્ણન નથી હોતું…
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બિગ બીને મળ્યા હતા અને તેમની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા. આ સિવાય બિગ બીએ ટીવીના રામ અરૂણ ગોવિલ તેમ જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.


આ ઉપરાંત સોશિયલ મીડિયા પર બિગ બીના હાથમાં જોવા મળેલા પીળા રંગના સ્પેશિયલ ફોનની અને તેની કિંમતની ચર્ચા પણ ચાલી રહી છે. નોટિઝન્સના જણાવ્યા અનુસાર બિગ બી પાસે iPhone 15 Pro કે Pro Max ફોન જોવા મળ્યો હતો, જેના ફિચર્સની સોશિયલ મીડિયા પર ધૂમ ચર્ચા ચાલી રહી છે. જોકે આ બાબતે હજી ઓફિશિયલ કોઈ માહિતી મળી શકી નહોતી.


બિગ બી સિવાય બી ટાઉનમાંથી હેમા માલિની, જેકી શ્રોફ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને કેટરિના કૈફ, માધુરી દીક્ષિત અને તેના પતિ, રોહિત શેટ્ટી, કંગના રનૌત સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…