Amitabh Bachchanએ કેમ કહ્યું, ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પુછેગી, જવાબ તો દેના હી હોગા…

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan) ખાસ કોઈ પરિચયના મોહતાજ નથી. પરંતુ છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો બિગ બી તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ તેઓ પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે બિગ બી ફરી એક કારણસર ચર્ચામાં આવ્યા છે અને એ કારણ એટલે આપણા સૌનો મનગમતો ટીવી શો કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન પાછી આવી રહી છે અને બિગ બીએ આ શોનો પ્રોમો પણ રિલીઝ કરી દીધો છે. જેમાં તેઓ એવું કહેતાં સાંભળવા મળી રહ્યા છે કે ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પુછેગી…
જવાબ તો દેના હી હોગા…દર્શકોની ડિમાન્ડ બાદ અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન લઈને આવ્યા છે. કેબીસી-16ના આ નવા પ્રોમોમાં એક યુવતી જોવા મળી રહી છે જેને માતા વઢી રહી છે. માતા કહે છે કે કૌણ લગ્ન કરશે, તારા જેવી પર્વતારોહણ કરનારી છોકરી સાથે? માતાનો આ સવાલ સંભાળીને જવાબ આપતા કહે છે કે મા એવો છોકરો લગ્ન કરશે, જેા વિચારો પર્વતથી પણ ઊંચા હોય. અહીં એન્ટ્રી થઈ બિગ બીની. બિગ બી કહે છે કે ઝિંદગી હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હી હોગા…
ફેન્સ પણ બિગ બીના આ ક્વીઝ શોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એક ફેને આ પ્રોમોના વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે આ શોની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે આ સૌથી બેસ્ટ ટેગલાઈન છે. કેટલાક યુઝર્સ તો એટલા બધા ઉત્સાહમાં આવી ગયા કે તેમણે આ શોની રીલિઝ ડેટ પૂછી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હજી સુધી આ શો ક્યારથી ઓન એર થશે, એની કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ એવી આશા સેવાઈ રહી છે કે કેબીસી-16 ટૂંક સમયમાં આ શો સોની એન્ટરટેઈન્ટમેન્ટ ટેલિવિઝન પર રીલિઝ થશે.