Amitabh Bachchan Reveals His Fear
મનોરંજન

બોલો, આ કારણે બીગ બી ને પણ લાગે છે બેરોજગારીનો ડર

જેમની તારીખ લેવાનું ભલભલા નિર્માતા માટે સૌથી કપરું કામ છે તેવા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ બેરોજગારીનો ડર સતાવી રહ્યો છે. વાત છે અમિતાભના ક્વિઝ શૉ કૌન બનેગા કરોડપતિની.

અમદાવાદનો રહેવાસી ચિરાગ અગ્રવાલ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેઠો હતો. તેમણે કહ્યું કે એવું નથી કે AI માત્ર મજૂરોની નોકરીઓ જ લેશે. ક્રિએટિવ લોકો આનાથી સૌથી વધુ પરેશાન છે. ચિરાગે બિગ બીને કહ્યું, ‘સંભવ છે કે ભવિષ્યમાં તમારી જગ્યાએ હોલોગ્રામનો ઉપયોગ કરવામાં આવે.


હોલોગ્રામ એક ફ્રન્ટલ ઈમેજ બનાવે છે જેને બહુવિધ ખૂણાઓથી જોઈ શકાય છે. જ્યારે આપણે હોલોગ્રામ જોઈએ છીએ, ત્યારે એવું લાગે છે કે કોઈ અસલી વ્યક્તિ આપણી સામે ઉભી છે. હકીકતમાં તે લેસર દ્વારા તે વ્યક્તિની છબી બનાવે છે. ત્યારે જવાબમાં બચ્ચને હળવી શૈલીમાં કહ્યું કે મને પણ ડર છે કે કદાચ હું હોલોગ્રામમાં ફેરવાઈ જઈશ. મને ક્યારેક એવા રૂમમાં લઈ જવામાં આવે છે જ્યાં પહેલાથી જ સંખ્યાબંધ કેમેરા હોય છે. મારા ફોટોગ્રાફ્સ ઘણા ખૂણાઓ અને અભિવ્યક્તિઓથી લેવામાં આવ્યા છે.

પહેલા ખ્યાલ નહોતો, પછી ખબર પડી કે મારી ગેરહાજરીમાં તેનો ઉપયોગ થશે. આ બધા કારણોસર એવું લાગે છે કે AI મારી નોકરી પણ છીનવી લેશે. જો હું ક્યારેય બેરોજગાર થઈ જાઉં, તો કૃપા કરીને મને મદદ કરજો. અમને કામ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની આ વાતથી વાતાવરણ હળવું થઈ ગયું હતું.

સંબંધિત લેખો

Back to top button