Amitabh Bachchanએ વર્ષો બાદ ખોલ્યું બચ્ચન પરિવારનું સિક્રેટ…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમનો પરિવાર સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને એનો પરિચય ફરી એક વખત દર્શકો અને ફેન્સને કૌન બનેગા કરોડપતિના સેટ પર થયો હતો. આ શો પર જ બિગ બીએ એક એવું સિક્રેટ રિવીલ કર્યું હતું કે જેના વિશે સાંભળીને તમે ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે આ સિક્રેટ-
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનને ફરી આવ્યો ગુસ્સો, ટ્વીટર પર પૉસ્ટ કરી કહ્યું કે
બિગ બીએ કેબીસીના સેટ પર પોતાના જીવનનો એવી પીડા શેર કરી હતી જેને તેઓ વર્ષોથી દિલમાં દબાવીને ફરી રહ્યા હતા. બિગ બીએ જણાવ્યું હતું કે જ્યારે હું સુપરસ્ટાર હતો ત્યારે દિવસ-રાત કામમાં વ્યસ્ત રહેતો હતો. હું મારા સંતાનોને સમય નહોતો આવી શકતો. એ સમયે જયા બચ્ચન (Jaya Bachchan)એ અભિષેક અને શ્વેતાનું ધ્યાન રાખ્યું હતું અને તેમણે જ તેમને મોટા કર્યા હતા. મને હંમેશા એક વાતનું દુઃખ રહેશે કે હું મારા બાળકોમને ક્યારેય મોટો થતા નથી જોઈ શક્યો. બિગ બીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે હવે હું મારા પરિવારને ભરપૂર સમય આપું છું અને મારો મોટા ભાગનો સમય હું એમને જ આપું છું.
બિગ બીએ જુવાનીના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે હું એ સમયે ફિલ્મો અને કામમાં ખૂબ જ વ્યસ્ત હતો અને બાળકોનું ધ્યાન નહોતો રાખી શકતો. મારી પાસે 70-80ના દાયકામાં ખૂબ જ કામ હતું કે હું ઘરે પણ રોકાઈ નહોતો શકતો. હું જયા બચ્ચનનો આભાર માનું છું કે તેમણે મારી જવાબદારીઓ પણ સારી રીતે પાર પાડી. તેમણે જ મારા બંને સંતાનોનું ખૂબ ધ્યાન રાખ્યું છે. મારા સંતાનો અભિષેક અને શ્વેતાને મોટા થતાં હું જોઈ જ શક્યો નહીં અને તેઓ મારા પ્રેમથી વંચિત રહી ગયા. મને આ વાતનો વસવસો હંમેશા જ રહેશે.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કોણે બનાવ્યા? ‘શહેનશાહ’ના ટોપ ટેન સિક્રેટ્સ જાણો…
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી અવારનવાર કૌન બનેગા કરોડપતિના સેટ પરથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા કરતાં રહે છે. જોકે, આ વખતે બિગ બીએ કરેલાં ખુલાસાથી દર્શકો અને તેમના ફેન્સની આંખો નમ થઈ ગઈ હતી. બિગ બીની પીડા તેમના ફેન્સ પણ અનુભવી રહ્યા હતા.
અહીંયા તમારી જાણ માટે કે ઐશ્વર્યા રાય-બચ્ચને પણ દીકરી આરાધ્યા માટે પોતાના કરિયરનો ત્યાગ કર્યો હતો અને તે એક બેસ્ટ મધર સાબિત થઈ રહી છે. ઐશ્વર્યા રાય-બચ્ચન હંમેશાથી જ પોતાના કામથી પહેલાં પરિવારને રાખે છે.