
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા હશો? મનમાં સવાલ પણ થયો હશે કે ભાઈ કૌન બનેગા કરોડપતિ અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એકબીજાના વિકલ્પ છે અને એકબીજા વિના બંનેની કલ્પના પણ થઈ શકે એમ નથી, તો પછી આ કોણ છે એ અભિનેતા કે જે બિગ બીનો શો હોસ્ટ કરવા તૈયાર છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ-
આ પણ વાંચો: Amitabh Bachchanની કઈ ઈચ્છા અધૂરી રહી ગઇ છે? KBCમાં જણાવ્યું કે….
વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ-16માં નાના પાટેકર સ્પેશિયલ ગેસ્ટ તરીકે એન્ટ્રી લેવાના છે અને નાના અહીં આવીને પોતાની ફિલ્મ વનવાસના પ્રમોશન માટે આવ્યા છે. ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં જોવા મળે છે કે બિગ બી અને નાના એકબીજા સાથે ખૂબ જ મોજ-મસ્તી કરી રહ્યા છે. નાના બિગ બી સાથે ગીત ગાતા ગાતા શોને હોસ્ટ કરવાની વાત પણ કરી રહ્યા છે.
કેબીસીના પ્રોમોમાં નાને પાટેકર બિગ બીનો જ ડાયલોગ મારતા કહે છે કે ભગવાન કા દિયા સબ કુછ હૈ, શૌહરત હૈ. તુમ્હારે પાસ ક્યા હૈ? આ સવાલના જવાબમાં બિગ બી કહે છે ભાઈસાબ મેરે પાસ નાના પાટેકર હૈ. આ સાંભળીને નાના ખુશ થઈ જાય છે અને હસવા લાગે છે. નાના અને બિગ બીની આ જુગલબંદી એકદમ જોવાલાયક છે.
શેર કરવામાં આવેલા બીજા એક વીડિયોમાં નાના પાટેકર બિગ બીને એવું કહે છે કે આગળના 25 વર્ષ તેમણે જ કેબીસી સંભાળવાનું છે. ત્યાર બાદ તેઓ આ શોને સંભાળી લેશો. બિગ બી આ વાત સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. પ્રોમોમાં નાના પાટેકર અને બિગ બી સાથે મળીને મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા ગીત પણ ગાઈ રહ્યા છે. અંતમાં બિગ બી અને નાના એકબીજાને ગળે મળે છે. આ પ્રોમો જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે આ એપિસોડ કેટલો મજેદાર થવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાના પાટેકરની ફિલ્મ વનવાસ 20મી ડિસેમ્બરના રિલીઝ ઝઈ રહી છે અને ગદરના ડિરેક્ટર અનિલ શર્માના દીકરા ઉત્કર્ષ શર્મા પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.