ના હોય, Amitabh Bachchanને Replace કરશે આ એકટર!!!

હેડિંગ વાંચીને એકદમ ચોંકી ગયા ને?? એવું પણ થયું હશે કે ભાઈ બોલીવુડમાં કોઈ એવો એક્ટર નથી પાક્યો કે જે સદીના મહાનાયક ગણાતા Amitabh Bachchanને Replace કરી શકે… ગભરાવવાની કોઈ જ જરૂર નથી આ તો અહીં નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની વાત થઈ રહી છે. દરરોજ આ ફિલ્મની સંભવિત સ્ટારકાસ્ટને લઈને નવા નવા નામ સામે આવતા રહે છે. બે દિવસ પહેલા જ એવા સમાચાર સાંભળવા મળી રહ્યા હતા કે આ ફિલ્મમાં રાજા દશરથના રોલ માટે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને સંપર્ક કરવામાં આવ્યો છે પણ હવે એવી માહિતી મળી રહી છે કે આ રોલ માટે બિગ બી નહીં પણ રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલા કલાકાર અરૂણ ગોવિલનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે ફિલ્મની કાસ્ટીંગ ટીમ કે અરૂણ ગોવિલ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી.
મળી રહેલી માહિતી પ્રમાણે મેકર્સ રામાનંદ સાગરની રામાયણ સાથે દર્શકોને ઓળવા માંગે છે અને એટલા માટે જ દશરથના રોલ માટે અરુણ ગોવિલનું નામ વિચારવામાં આવી રહ્યું છે.
જો નીતીશની રામાયણમાં અરુણની એન્ટ્રી થશે તો આ ફિલ્મને ચોક્ક્સ જ સારો એવો ફાયદો થશે કારણ કે દર્શકોમાં અરુણ ગોવિલની ઈમેજ આજે પણ રામની જ છે અને દર્શકો તેમને રિયલ લાઈફમાં પણ રામ સમાન માને છે. આ સમાચાર સાથે, ફિલ્મને લઈને લોકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે, કારણ કે દરેકને એ જોવાનું ગમશે કે જૂની રામાયણના રામ નવી રામાયણમાં રામના પિતા દશરથની ભૂમિકા કેવી રીતે નિભાવશે.
નિતેશની આ ફિલ્મ માટે કસ્ટિંગ ટીમ રોજ નવા નવા લોકોનો સંપર્ક કરે છે પણ હજી સુધી કોઈના પણ નામ ફાઇનલ નથી કરવામાં આવ્યા.
મળી રહેલી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા માટે રણબીર કપૂર, સીતાના રોલ માટે સાઈ પલ્લવી કે જ્હાનવી કપૂર, કૈકેયીના રોલ માટે લારા દત્તા, રાવણના રોલ માટે કેજીએફ ફેમ યશ અને હનુમાનના રોલ માટે તારાસિંહ ઉર્ફે સની દેઓલનો સંપર્ક કરવામાં આવ્યો છે. પણ આમાંથી એક પણ નામ હજી સુધી ફાઈનલ નથી કરવામાં આવ્યું. આ તો ભાઈ જો અને તોની વાતો છે ભાઈસાબ, અહીંયા તો ઘડીના છઠ્ઠા ભાગમાં બધું બદલાયા કરતું હોય છે ભાઈસા’બ…