Aishwarya સાથે એ બધું મારી આંખો સામે થતું રહ્યું અને… Amitabh Bachchanએ કેમ આવું કહ્યું?
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ જ્યારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જ્યારથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે અલગ અલગ એન્ટ્રી લીધી હતી ત્યારથી તો અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની ચર્ચાએ વધારે જોર પકડ્યું છે. આ બધા ઐશ્વર્યાને લઈને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કહેલી વાત વાઈરલ થઈ રહી છે, આવો જોઈએ ઐશ્વર્યાને લઈને સસરા અમિતાભે શું કહ્યું-
વાત જાણે એમ છે કે એક ઈન્ટરવ્યુમાં બિગ બીએ જણાવ્યું હતું કે ઐશ્વર્યાને કારણે તેઓ બે રાત ઊંઘી નહોતા શક્યા અને તેમણે બે રાતો જાગીને પસાર કરી હતી. કિસ્સો 2003માં ફિલ્મ ખાખીની શૂટિંગ સમયનો છે. આ સમયે ઐશ્વર્યા સાથે એક દુર્ઘટના બની હતી, જેના વિશે બિગ બીએ ખુલાસો કર્યો હતો.
બિગ બીએ જણાવ્યું હતું કે અમે લોકો નાસિકની બહાર રસ્તા પર શૂટિંગ કરી રહ્યા હતા અને સ્ટટન્ટમેને એટલી ફાસ્ટ ગાડી ચલાવી કે ગાડી સ્લીપ થઈ ગઈ અને ઐશ્વર્યાની ખુરશી સાથે ટકરાઈ ગઈ હતી. કારે ઐશ્વર્યાને ટક્કર મારી અને ઐશ્વર્યા કેક્ટસના છોડ સાથે ટકરાઈ ગઈ હતી, જોકે અક્ષયે તેને બચાવી લીધું હતું. અમે એને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ખૂબ જ ભીડ હતી, પરંતુ નાસિક પોલીસ કમિશ્નરે અમને ખૂબ જ મદદ કરી.
આ પણ વાંચો : SIIMA 2024 ઐશ્વર્યા રાય જીતી એવોર્ડ અને બિગ બીની આ પોસ્ટ થઈ વાઈરલ…
બિગ બી ઐશ્વર્યાને અનિલ અંબાણીના પર્સનલ પ્લેનમાં લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ આ ઘટના બાદ બિગ બી બે રાત સુધી ઊંઘી શક્યા નહોતા. ઐશ્વર્યાની પીઠ પર કેક્ટસના કાંટાથી ઈજાઓ પહોંચી હતી. આગળ ઈન્ટરવ્યુમાં બિગ બીએ જણાવ્યું હતું કે ઐશ્વર્યા સાથે આ બધું મારી આંખો સામે થઈ રહ્યું હતું અને હું ખાલી જોઈ રહ્યો. એની પગની પાછળના હાડકા પર પણ ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાના ચાર વર્ષ બાદ એટલે 2007માં ઐશ્વર્યાએ બચ્ચન પરિવારની બહુ બની ગઈ. જોકે, લગ્નના 17 વર્ષ બાદ હાલમાં ઐશ્વર્યાને અભિષેક બચ્ચનના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, કપલે આ વિશે કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું…