… અને Amitabh Bachchanની એક નાએ આપ્યો બોલીવૂડને બીજો સુપરસ્ટાર! | મુંબઈ સમાચાર
મનોરંજન

… અને Amitabh Bachchanની એક નાએ આપ્યો બોલીવૂડને બીજો સુપરસ્ટાર!

બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. જોકે, આટલી બધી ફિલ્મો કરનારા બિગ બીએ કેટલીક ફિલ્મો રિજેક્ટ પણ કરી છે અને તેમણે રિજેક્ટ કરેલી એક ફિલ્મને કારણે જ આપણને અનિલ કપૂર જેવા એક્ટર પણ મળ્યા છે. ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આ પાછળની સ્ટોરી જણાવીએ…

અહીં જે ફિલ્મની વાત થઈ રહી છે એ ફિલ્મ છે મેરી જંગ. પહેલાં આ ફિલ્મનું નામ શતરંજ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ પહેલાં બિગ બીને ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં જયા પ્રદા લીડ રોલમાં અને અનિલ કપૂર અમરીશ પૂરીના દીકરાના રોલમાં જોવા મળવાના હતા. એટલે કે નેગેટિવ રોલમાં.

જોકે, હવે કહાની મેં આવ્યો ટ્વીસ્ટ. બરાબર આ જ સમયે અમિતાભ બચ્ચનને ઈજા થઈ હતી અને તેમના અનેક પ્રોજેક્ટ અટકી પડ્યા હતા, આ સાથે તેઓ રાજકારણમાં પણ એન્ટ્રી લેવાના હતા. આ કારણે તેમણે આ ફિલ્મ છોડી દીધી. બિગ બીએ જેવી ફિલ્મ છોડી એટલે જયા પ્રદા પણ ફિલ્મ છોડી દીધી હતી.

આટલી બધી ઉથલ પાથલ બાદ એનએન સિપ્પીએ આ પ્રોજેક્ટને ડિરેક્ટ કરવાની જવાબદારી સુભાષ ઘઈને આપવામાં આવી. સુભાષ ઘઈએ સ્ક્રિપ્ટ કામ કરીને તેનું નામ બદલીને મેરી જંગ રાખ્યું. આ સાથે નવા હીરોની જરૂર હતી અને પહેલાં આ માટે શત્રુઘ્ન સિન્હાનો સંપર્ક કરવામાં આવ્યો પણ વાત નહીં બની.

આ જ સમયે સુભાષ ઘઈએ અનિલ કપૂરને ફિલ્મ મશાલમાં જોયા અને તેમની એક્ટિંગથી એટલા ઈમ્પ્રેસ થયા કે નહીં પૂછો વાત. આમ અનિલ કપૂરને ફિલ્મ મેરી જંગ ઓફર કરવામાં આવી. અનિલ કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો અમિતાભ બચ્ચને આ ફિલ્મ ના છોડી હોત તો કદાચ મને એ મોકો ના મળ્યો હોત.

જોકે, એ વાતમાં પણ કોઈ શંકા નથી કે ફિલ્મ મેરી જંગે અનિલ કપૂરના કરિયરને એક જોરદાર ધક્કો માર્યો. તેમના કોર્ટરૂમ સીમ, ડાયલોગ ડિલીવરી અને ઈમોશનલ એક્ટિંગે દર્શકોના દિલો પર અલગ છાપ છોડી હતી. આ ફિલ્મને તેમના કરિયરની બેસ્ટ ફિલ્મ માનવામાં આવે છે.

ચોંકી ઉઠ્યાને આ સ્ટોરી વાંચીને? ફિલ્મી દુનિયાના આવા જ અનસીન કિસ્સાઓ વાંચવા અને સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આપણ વાંચો:  કોણ છે ગોવર્ધન અસરાનીની પત્ની મંજુ? જેણે વર્ષો પહેલા છોડી ફિલ્મની દુનિયા

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button