અમિતાભ બચ્ચન માટે સાઉથના આ સુપરસ્ટારે મંદિરમાં લેટીને કરી પરિક્રમા, ખુદ બિગ બીએ કર્યો ખુલાસો… | મુંબઈ સમાચાર
મનોરંજન

અમિતાભ બચ્ચન માટે સાઉથના આ સુપરસ્ટારે મંદિરમાં લેટીને કરી પરિક્રમા, ખુદ બિગ બીએ કર્યો ખુલાસો…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં પોતાના લોકપ્રિય ક્વીઝ કૌન બનેગા કરોડપતિને કારણે લાઈમલાઈટમાં આવી રહ્યા છે. દરમિયાન હાલમાં લેટેસ્ટ એપિસોડમાં જ ફિલ્મ કાંતારા ચેપ્ટર 1ના સ્ટાર રિષભ શેટ્ટી બિગ બીની સામે હોટસીટ પર બેઠા હતા.

આ સમયે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે બિગ બી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફિલ્મ અન્નાવરુ દિગ્ગજ એક્ટર ડો. રાજકુમાર સંગ જૂની યાદમાં ખોવાઈ ગયા હતા. આ સમયે જ બિગ બીએ એવો ખુલાસો કર્યો હતો કે જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો.

આપણ વાંચો: અમિતાભ બચ્ચને દિવાળીના દિવસે શું કર્યું, જુઓ એમનો અંદાજ?

કેબીસીના સેટ પર ડો. રાજકુમારના સરળ સ્વભાવ વિશે વાત કરતાં બિગ બીએ રિષભને જણાવ્યું હતું કે કર્ણાટકમાં તેમને ભગવાન માનવામાં આવે છે પણ જ્યારે હું એમને મળ્યો ત્યારે તેઓ મને સરળ સ્વભાવના અને ડાઉન ટુ અર્થ લાગ્યા.

તેઓ ખૂબ જ સાધારણ કપડાં પહેરતાં હતા અને સાધારણ એવા ઘરમાં રહેતાં હતા. એમને જોઈને કોઈ કહી જ શકે કે તેઓ આટલા મોટા સુપરસ્ટાર છે.

ફિલ્મ કૂલી સમયના કિસ્સાને યાદ કરતાં બિગ બીએ ખુલાસો કર્યો હતો કે ફિલ્મ કૂલીની શૂટિંગ સમયે મને એક્સિડન્ટ થયો અને એ સમયે રાજકુમારે મારા જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં તેમણે ઉરુલે સેવા કરી હતી જેમાં મનોકામના પૂરી થયા બાદ મંદિરની ચારે તરફ જમીન પર આળોટીને પ્રાર્થના કરવામાં આવે છે.

આપણ વાંચો: કેબીસીમાં આવતા બાળકોની વર્તણૂકના વિવાદ વચ્ચે અમિતાભ બચ્ચને કોની માફી માગી

બિગ બીએ આગળ જણાવ્યું હતું કે મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ હતી કે જ્યારે 1982માં કૂલીના સેટ પર મારો એક્સિડન્ટ થઈ. એ સમયે ઘણું બધું થયું હતું. અનેક લોકોએ મારા માટે પ્રાર્થના કરી, પણ રાજકુમારજી આ બધામાં અલગ હતા. તેઓ કર્ણાટકમાં એક ખાસ મંદિર છે, ત્યાં ગયા અને પરંપરા અનુસાર ભીના કપડાં પહેરીને જમીન પર લેટીને પરિક્રમા કરી હતી.

મારા જીવન માટે પ્રાર્થના કરવા માટે આવું કર્યું હતું. ત્યારથી લઈને રાજકુમારજીના નિધન સુધી અમે બંને એકબીજા સાથે જોડાયેલા રહ્યા. હું એમના બાળકોના સંપર્કમાં પણ હતો અને આજે તેઓ પણ એક મોટા સ્ટાર બની ગયા છે. હું રાજકુમારજીનો આ માટે આજીવન આભારી રહીશ, બિગ બીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું.

એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બિગ બીએ ફિલ્મ કૂલીમાં ડો. રાજકુમારને કેમિયો રોલ કરવા જણાવ્યું હતું. પરંતુ બિગ બીના એક્સિન્ટના કારણે શૂટિંગનું શિડ્યૂલ ખોરવાયું અને રાજકુમાર આ ફિલ્મમાં કેમિયો રોલ કરી શક્યા નહીં.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button