મનોરંજન

જ્યારે Ratan Tata એ Amitabh Bachchan પાસે પૈસા ઉધાર માંગ્યા…

બચ્ચન પરિવાર અને બચ્ચન પરિવારના સભ્યો હાલમાં દરરોજ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. વાત કરીએ પરિવારના મુખિયા અને બોલીવૂડના શહેનશાહની તો અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-16 (Kaun Banega Crorepati-16)માં પણ અવારનવાર પર્સનલ લાઈફના કિસ્સા શેર કરતાં જોવા મળે છે. હાલમાં જ તેમણે કેબીસીના એક એપિસોડમાં દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ને યાદ કરીને તેમની વિનમ્રતાના વખાણ કરતાં એક એવો કિસ્સો સંભળાવ્યો હતો કે જે સાંભળીને દર્શકો ચોંકી ઉઠ્યા હતા. વીસ દિવસ પહેલાં જ એટલે કે 9મી નવેમ્બર, 2024ના દિવસે રતન ટાટાનું નિધન થયું હતું.

આ પણ વાંચો : Ratan Tata Will : કોને મળશે રતન ટાટાની રૂપિયા 10,000 કરોડની સંપત્તિ,  જાહેર થઈ વસિયતની વિગતો

અમિતાભ બચ્ચને કેબીસી-16ના એપિસોડમાં ગેસ્ટ બનીને આવેલા બોમન ઈરાની અને ફરાહ ખાને જણાવ્યું હતું કે શું માણસ હતા, હું તો જણાવી પણ શકતો નથી, આટલા સિમ્પલ વ્યક્તિ હતા રતન ટાટા. આ સમયે બિગ બીએ રતન ટાટા સાથેનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. બિગ બીએ જણાવ્યું કે રતન ટાટા અને હું એક જ ફ્લાઈટમાં હતા. લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતર્યા અને જે લોકો એમને લેવા આવ્યા એ લોકો જતા રહ્યા હતા કદાચ. હું ત્યાં જ બહાર ઊભો હતો અને તેઓ ફોનબૂથમાં ફોન કરવા ગયા.

આગળ વાત વધારતા અમિતાભે જણાવ્યું કે રતન ટાટા મારી પાસે આવ્યા અને તેમણે મને કહ્યું કે અમિતાભ શું હું તમારી પાસેથી થોડા પૈસા ઉધાર લઈ શકું છું, મારી પાસે ફોન કરવા માટે પૈસા નથી. બિગ બીએ કહ્યું કે હું એ જોઈને જ ચોંકી ગયો કે રતન ટાટા જેવા આટલા મોટા બિઝનેસ મેન કેટલી સાદગીથી વર્તે છે.

આ પણ વાંચો : Ratan Tata Special 4: રતન ટાટાના આ ખાસ મિત્ર વિશે જાણો છો? 55 વર્ષ નાના આ ફ્રેન્ડ સાથે ખાસ બોન્ડ શેર કરતાં હતા…

અત્રે ઉલ્લેખનીય છે કે રતન ટાટા બિઝનેસમેન તો હતા જ પણ તેમણે ફિલ્મમાં પણ પૈસા રોક્યા હતા. તેમણે બિગ બી સ્ટારર ફિલ્મ ઐતબાર પર પૈસા લગાવ્યા હતા. તેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર હતા, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી અને ત્યારથી રતન ટાટાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button