મનોરંજન

પહેલાં પગે પડ્યા હવે આ કોની પાસે માફી માંગતા જોવા મળ્યા Amitabh Bachchan?

થોડાક સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan)નો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ તેમની આગામી ફિલ્મના પ્રોડ્યુસરના પગે પડતાં જોવા મળ્યા હતા અને હવે ફરી વખત બિગ બી લાઈમલાઈટમાં આવી ગયા છે. આ વખતે તેઓ લાઈમલાઈટમાં આવ્યા છે સાઉથના સુપરસ્ટાર એક્ટર અને તેમના કો-સ્ટાર પ્રભાસ (South Superstar Prabhas)ના ફેન્સ પાસે માંગેલી માફીને કારણે…

આવો જોઈએ શું છે આખો મામલો-વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચન અને પ્રભાસ આગામી ફિલ્મ કલ્કી 2898 એડી (Film Kalki 2898 AD)માં એક સાથે જોવા મળશે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે બિગ બીએ પ્રભાસના ફેન્સની માફી માંગી છે. હવે તમને થશે કે આખરે આ ચાલી શું રહ્યું છે કે બિગ બી પહેલાં પગે પડતાં તો હવે માફી માંગતા જોવા મળી રહ્યા છે?

થોડાક સમય પહેલાં જ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓ હાજરી આપી હતી અને આ જ કોન્ફરન્સમાં તેમણે પ્રભાસના ફેન્સની માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિન ફિલ્મની વાર્તા સંભળાવવા આવ્યા હતા ત્યારે તેઓ પોતાની સાથે એક ફોટો લઈને આવ્યા હતા. આ ફોટો એ માટે હતો કે ફિલ્મના કેરેક્ટર કેવા દેખાશે. આ ફોટોમાં અમિતાભનું કેરેક્ટર પ્રભાસને ધક્કો મારી રહ્યો છે. આ કિસ્સો જણાવ્યા બાદ બિગ બીએ જણાવ્યું હતું હું પ્રભાસના ફેન્સની હાથ જોડીને માફી માંગું છું. કૃપા કરીને મને માફ કરો.

ફિલ્મ કલ્ડી 2898 એડી (Kalki 2898 AD) એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે અને આ ફિલ્મમાં પ્રભાસ (Prabhas), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સિવાય દીપિકા પદૂકોણ (Deepika Paduone), કમલ હસન (Kamal Hasan), દિશા પટણી ((Disha Patani), મૃણાલ ઠાકુર (Mrinal Thakur), માલવિકા નાયર (Malvika Nayar), શોભના પશુપતિ (Shobhna Pashupati) સહિતના કલાકારો પણ છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે…