મનોરંજન

આ કોના માટે Amitabh Bachchanએ શેર કરી પોસ્ટ? વાઈરલ થઈ ગઈ…

હેડિંગ વાંચીને જો તમે પણ કન્ફ્યુઝ થઈ ગયા હોવ તો તમારી જાણ માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના સુપરહિટ શો કૌન બનેગા કરોડપતિને 25 વર્ષ પૂરા થયા એ માટે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. 2000ની સાલથી શરૂ થયેલો આ શો દર્શકોની પહેલી પસંદ બની ચૂક્યો છે. આવો જોઈએ શું છે બિગ બીની આ સ્પેશિયલ પોસ્ટમાં…

અમિતાભ બચ્ચન છેલ્લાં 16 વર્ષથી શોને હોસ્ટ કરી રહ્યા છે અને દર્શકોને બચ્ચનની હોસ્ટિંગ સ્ટાઈલ અને અંદાજ ખૂબ જ પસંદ છે. હવે આ શો પૂરા થવા પર બિગ બીએ પોસ્ટ કરીને પોતાના દિલની વાત કરી છે. બિગ બીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક એઆઈ ફોટો જનરેટ કરીને તેના કેપ્શનમાં લખ્યું હતું કે ત્રીજી જુલાઈ, 2025. જ્યારે હું મારા શો કેબીસીની આગામી નવી સિઝનની તૈયારીઓમાં વ્યસ્ત હતો, ત્યારે મને શોની ટીમે કંઈક જણાવ્યું હતું.

આ પણ વાંચો: કૌન બનેગા કરોડપતિમાં Amitabh Bachchanને રિપ્લેસ કરશે Salman Khan?

તેમણે મને જણાવ્યું કે ત્રીજી જુલાઈ, 2000ના દિવસે કેબીસીનો પહેલો એપિસોડ ઓન એર થયો હતો. 25 વર્ષ, કેબીસીની જિંદગી. અત્રે ઉલ્લેખનીય છે કે કેબીસી શો બિગ બીના જીવનમાં એ સમયે સંજીવની બનીને આવ્યો હતો જ્યારે તેઓ હકીકતમાં જીવનમાં સંઘર્ષ કરી રહ્યા હતા. બિગ બીની પ્રોડક્શન કંની લોસમાં જઈ રહી હતી અને અમિતાભ બચ્ચને ટચૂકડાં પડદા પર આ શોથી દમદાર કમબેક કર્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી બિગ બીની નેમ અને ફેમ બિલકુલ ઝાંખી નથી પડી.

કેબીસીએ 25 વર્ષમાં અમિતાભ બચ્ચન સિવાય અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં નિમિત્ત બન્યું છે. હવે બિગ બી શોના નવી 17મી સિઝન પણ તૈયાર છે અને ટૂંક સમયમાં જ તે ટીવી પર ઓન એર થશે.

આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ-હેં….શહેનશાહની જગ્યાએ ભાઈજાન બનાવશે કરોડપતિ?

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આખરે તુમિલ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ વેટ્ટૈયનમાં જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર એટલી ખાસ નહોતી ચાલી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button