બીગ બી એ શેર કર્યો જૂનો ફોટો ને ચાહકો યાદોમાં સરી પડ્યા
![Amitabh Bachchan shared an old photo and fans were reminiscing about the good old days.](/wp-content/uploads/2023/11/400709300_18391248022009039_2185835472950349415_n-720x470.jpg)
સદીના મહાનાયક તરીકે ખ્યાતિ મેળવનારા અમિતાભ બચ્ચન 81 વર્ષની ઉંમરે પણ બોલીવૂડના સૌથી સેલિબ્રેટેડ સ્ટાર છે અને એટલા જ એક્ટિવ અને એનર્જેટિક છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે અને કહેવાની જરૂર નથી કે જબરું ફેન ફોલોઈંગ ધરાવે છે. આજે તેમણે 1990નો એક ફોટો પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યો હતો. આ ફિલ્મ અજુબાના સેટ પરની તસવીર છે. રશિયામાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું અને બચ્ચન હાથમા સ્ક્રીપ્ટ પકડી તૈયારી કરી રહ્યા છે. તેમણે કેપ્શન પણ એ પ્રમાણે જ લખી છે.
શશી કપૂર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ખાસ કંઈ ચાલી ન હતી, પણ ફેન્સ નોસ્ટેલ્જિયા અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણાએ ફિલ્મ અને તેમાં અલીના પાત્રમાં બચ્ચનને યાદ કર્યા છે. જોકે મહત્વની વાત એ છે કે 1990 હોય કે 2023 બચ્ચન આજે પણ રિહલર્સલ કરે છે. એક ટીીવ શૉમાં અભિષેકે કહ્યું હતું કે પપ્પા કેબીસીના બે એપિસોડ એક દિવસમાં શૂટ કરે છે. શૂટિંગનો સમય 11 વાગ્યાનો હોય તો પણ બચ્ચન 7.30 વાગ્યે સેટ પર પહોંચી જાય છે અને રિહર્સ કરે છે, જેથી શૂટિંગ સમયે ભૂલ ન થાય. તેઓ છેક રાત્રે 11 વાગ્યે ઘરે આવે છે, નાહીધોઈ ડીનર લઈ પોતાનો બ્લોગ લઈ બેસી જાય છે ને એક એકને જવાબ આપે છે.
બચ્ચનની સફળતા પાછળ તેમની પ્રતિભાની સાથે સાથે તેમનું શિસ્ત અને કામ પ્રત્યેની નિષ્ઠા પણ એટલા જ કારણભૂત છે, તેમ ઈન્ડસ્ટ્રીમાં તેમને ઓળખતા તમામ લોકો કહે છે. એમ નેમ નથી બની જવાતું બીગ બી.