Amitabh Bachchanની આ ફિલ્મ પરિવાર સાથે બેસીને જોઈ નહીં શકો, 46 વર્ષ નાની એક્ટ્રેસ સાથે આપ્યા એવા સીન કે…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દાયકાઓથી ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યા છે. પોતાના દમદાર અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર બિગ બીએ દાયકાઓ લાંબા કરિયરમાં એક એવી ફિલ્મ પણ કરી હતી કે જેને તમે ફેમિલી સાથે બેસીને તો ભૂલથી પણ નહીં જોઈ શકો. આ ફિલ્મમાં બિગ બીએ તેમનાથી 46 વર્ષ નાની એક્ટ્રેસ સાથે પ્રણયના ફાગ ખેલ્યા હતા. ચાલો જોઈએ કઈ છે આ ફિલ્મ….

નિઃશબ્દ છે આ ફિલ્મ
અહીં અમે જે ફિલ્મની વાત કરીએ છીએ એ એ ફિલ્મ નિઃશબ્દ. 18 વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મમાં રામ ગોપાલ વર્માએ પ્રેમમાં ઉંમર અને જન્મના બંધનના અંતરને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે દિવંગત એક્ટ્રેસ જિયા ખાન લીડ રોલમાં જોવા મળી હતી. જિયા ખાન અને બિગ બી વચ્ચે 46 વર્ષનું અંતર હતું. જોકે, તેમના પ્રેમે સમાજની દરેક દિવાલને તોડી પાડી હતી.
60 વર્ષના વૃદ્ધને 18 વર્ષની યુવતી સાથે થયો પ્રેમ
બિગ બીએ આ ફિલ્મમાં 60 વર્ષીય વૃદ્ધનો રોલ કર્યો હતો, જ્યારે જિયા ખાન 18 વર્ષની યંગ ગર્લના રોલમાં જોવા મળી હતી કે જેણે જિંદગીને જીવવાનું અને જોવાનું શરૂ કર્યું હતું. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું હતું કે જ્યારે પડદા પર કોઈ જોડી વચ્ચે આટલું મોટું અંતર હોવા છતાં તેમનો પ્રેમસંબંધ દર્શાવવામાં આવ્યો હોય.
કેરળથી શરૂ થાય છે જિયા અને વિજય આનંદની લવ સ્ટોરી
કેરળની સુંદર ઘાટીઓમાં ફોટોગ્રાફર વિજય આનંદ (અમિતાભ બચ્ચન) પત્ની અમૃતા (રેવતી) અને દીકરી રિતુ (શ્રદ્ધા આર્યા) સાથે શાંતિપૂર્ણ જીવન જીવે છે. વેકેશનમાં રિતુ પોતાની ફ્રેન્ડ જિયા (જિયા ખાન)ને ઘરે લઈને આવે છે. 18 વર્ષીય જિયા નિડર, બિન્ધાસ્ત અને જિંદાદિલ છોકરી છે. જિયાની આ ખાસિયતથી જ બિગ બી તેની તરફ આકર્ષાય છે અને તેમની લવ સ્ટોરી શરૂ થાય છે.
જિયા અને વિજયનો આ સંબંધ જ્યારે સમાજ અને પરિવારની સામે આવે છે ત્યારે બધું તહેસનહેસ થઈ જાય છે. આ ફિલ્મ ખૂબ જ ભાવનાત્મક રીતે વણી લેવામાં આવી છે અને દર્શકો ખુદ શું સાચું શું ખોટું એનો નિર્ણય નથી કરી શકતા.
બોલ્ડ સિન્સની છે ભરમાર
અમિતાભ બચ્ચન અને જિયા ખાન સ્ટારર ફિલ્મ નિઃશબ્દ ભલે U/A સર્ટિફિકેટ મળ્યું હોય પણ પરંતુ તમે પરિવાર સાથે આ ફિલ્મ નહીં જ જોઈ શકો. આ ફિલ્મમાં બિગ બી અને જિયા વચ્ચે એવા અને અનેક એવા સીન્સ ફિલ્માવવામાં આવ્યા છે કે જે જોઈને તમારે નજર ફેરવવી પડશે અને અહીંયા ત્યાં જોવું પડશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલમાં તેમના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે અને આ સિવાય તેઓ ફિલ્મ કલ્કી એડી2898ની સિક્વલની તૈયારી કરી રહ્યા છે. છેલ્લે તેઓ રજનીકાંત સાથે ફિલ્મ વૈટ્ટેયનમાં જોવા મળ્યા હતા.
આપણ વાંચો: 13 વર્ષ જૂના એપાર્ટમેન્ટ વેચીને અમિતાભ બચ્ચને કર્યો 47 ટકાનો નફો, ડીલ જોઈને તમારી આંખો પણ…



