મનોરંજન

Amitabh Bachchanએ Nimrat Kaurને પત્ર લખીને કહી વાત કે…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવારમાં હાલમાં અંગત કારણોસર ખૂબ જ ચર્ચામાં રહે છે એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં તોએવો દાવો પણ કરાઈ રહ્યો છે કે નિમ્રત કૌર અને અભિષેક બચ્ચનનું અફેયર ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એવા ન્યુઝ વાઈરલ થઈ રહ્યા છે કે જેમાં અમિતાભ બચ્ચને નિમ્રત કૌરને પત્ર લખીને તેના માટે ભેટ મોકલાવી હોવાનો દાવો કરાઈ રહ્યો છે, આવો જોઈએ શું છે આ દાવા પાછળની સચ્ચાઈ-

આ પણ વાંચો: ‘સિટાડેલ હની બની’ના પ્રીમિયરમાં નિમ્રત કૌર છવાઈ ગઈ

વાત જાણે એમ છે કે આ ઘટના અત્યારની નહીં પણ જૂની છે. 2022માં નિમ્રત કૌર અને અભિષેક બચ્ચનની એક ફિલ્મ આવી હતી દસવીં. આ ફિલ્મ સમયે જ બંને એકબીજાની નજીક આવ્યા હતા અને ત્યારથી જ એમના અફેયરની ચર્ચા શરૂ થઈ હતી. આ જ ફિલ્મમાં બિગ બીને નિમ્રતનું પર્ફોર્મન્સ એટલું ગમી ગયું હતું કે તેમણે નિમ્રતના વખાણ કરતો પત્ર લખ્યો હતો અને એની સાથે જ એક બુકે પણ મોકલાવ્યો હતો.

View this post on Instagram

A post shared by Nimrat Kaur (@nimratofficial)

બિગ બીએ નિમ્રતના વખાણ કરતાં લખ્યું હતું કે ભાગ્યે જ આપણી વાતચીત કે મુલાકાત થઈ હશે. યશરાજ ફિલ્મ્સના ઈવેન્ટમાં કદાચ એકાદ એડ માટે કોમ્પિમેન્ટ આપી હતી. પરંતુ ફિલ્મ દસવીંમાં તમારું કામ ખૂબ જ શાનદાર હતું… ઝીણવટ, જેસ્ચર અને બધું જ… મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અને અભિનંદન.
અમિતાભ બચ્ચન દ્વારા કરાયેલા વખાણ બાદ નિમ્રતની ખુશીનો પાર નહોતો રહ્યો અને તેણે બકાયદા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું કે હું જ્યારે 18 વર્ષ પહેલાં મુંબઈ આવી ત્યારે આ વાતની કલ્પના કરવી પણ અઘરી હતી કે ક્યારેક અમિતાભ બચ્ચન મને મારા નામથી ઓળખશે. આ કોઈ સપના સમાન છે…

આ પણ વાંચો: Abhishek Bachchan સાથે અફેયર પર Nimrat Kaurએ કહ્યું કંઈક એવું કે, સાંભળીને Aishwarya તો…

અત્રે ઉલ્લેખનીય છે કે નિમ્રત અને અભિષેકના અફેયરના ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકો તો નિમ્રતને જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચેના ભંગાણનું કારણ ગણાવીને ટ્રોલ પણ કરી હતી. જોકે, આ મામલે નિમ્રત, ઐશ્વર્યા કે અભિષેક દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નહોતી આવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button