મનોરંજન

400 રૂપિયા મહિનાના પગારવાળી નોકરી કરનાર બોલીવુડના શહેનશાહની નેટવર્થ છે આજે કરોડોમાં…

આજે ભલે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ગણતરી મેગા સ્ટાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારોમાં કરવામાં આવતી હોય પણ હમેશાંથી આવું નહોતું. બે દિવસ બાદ એટલે કે 11મી ઓકટોબરના બિગ બી 82 વર્ષના થવા જઈ રહ્યા છે ત્યારે આજે અમે અહીં તમને બિગ બીના સંઘર્ષભર્યા દિવસો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજે બિગ બી કરોડો રૂપિયાની સંપત્તિના માલિક હોય પણ શું તમને ખ્યાલ છે કે બિગ બીની પહેલો પગાર 4 રૂપિયા જ હતો? ચાલો તમને આ અનટોલ્ડ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બિગ બીએ ખુદ એક ઈન્ટરવ્યુમાં આ વિશે વિસ્તારથી વાત કરી હતી પોતાના કવીઝ શો કૌન બનેગા કરોડપતિમાં. અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેઓ કોલકાતામાં હતા અને અહીં તેઓ 8 લોકો સાથે એક નાનકડા રૂમમાં રહેતા હતા. અહીં જ તેમને એક નવી નોકરી મળી અને આ નોકરી માટે તેમને દર મહિને 400 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવ્યો હતો. પરંતુ પછી એક સમય એવો આવ્યો જ્યારે અમિતાભ બચ્ચનનું નસીબ બદલાઈ ગયું અને તેમને બોલીવૂડમાં કામ કરવાનો મોકો મળ્યો. 400 રૂપિયાનો પ્રથમ પગાર મેળવનાર અભિનેતાએ જ્યારે તેની પ્રથમ ફિલ્મ કરી ત્યારે તેને 5,000 રૂપિયા ફી આપવામાં આવી હતી. ધીરે ધીરે બિગ બી પોતાની મહેનત અને લગનથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને નેમ અને ફેમ બંને કમાવ્યા. એક પછી એક હિટ ફિલ્મો આપનારા બિગ બી આજે કરોડો રૂપિયાની ફી વસુલે છે. બિગ બી છેલ્લે ફિલ્મ ‘કલ્કિ એડી 2898’માં કામ કર્યું હતું અને આ માટે તેમણે 20 કરોડ રૂપિયાની ફી વસૂલી હતી એવું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને પોતાની 55 વર્ષ લાંબી ફિલ્મી કારકિર્દીમાં અનેક ફિલ્મો, બિઝનેસ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા કરોડોની સંપત્તિ બનાવી છે. અલગ અલગ મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર વર્તમાન સમયમાં બિગ બીની કુલ સંપત્તિ 3190 કરોડ રૂપિયાની આસપાસ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker