મનોરંજન

અમિતાભ બચ્ચનના પડોશીએ તેમની પાસે કરી આ ખાસ ડિમાન્ડ, 48 કલાકમાં પચાસ લાખથી વધુ લોકોએ જોયો વીડિયો…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર ક્યારે શું વાઈરલ થઈ જાય એ કંઈ કહી શકાય નહીં. હાલમાં સોશિયલ મીડિયા પર અત્યારે એક નવો ચહેરો ચર્ચામાં છે, જેણે દાવો કર્યો છે કે તે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો પડોશી છે. આ પડોશીનું નામ છે નિર્મિત જેસરાણી. આ યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે માત્ર બે જ દિવસમાં 50 લાખ (પાંચ મિલિયન)થી વધુ વખત જોવામાં આવ્યો છે.

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના બંગલા ‘જલસા’ની બહાર આવીને ચાહકોનું અભિવાદન કરે છે ત્યારે તેમની પાછળની બિલ્ડિંગની બારીમાં હંમેશા કોઈને કોઈ જોવા મળે છે. પરંતુ આ વખતે ફોર એ ચેન્જ વીડિયોમાં દેખાતા યુવકે અને બિગ બીના આ પડોશીએ પોતે સામે આવીને પોતાની ઓળખ આપી છે. બિગ બીના આ પડોશીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.

વાત કરીએ આ નિર્મિત જેસરાણી કોણ છે એની તો આ એ જ યુવક છે જે અમિતાભ બચ્ચનના રવિવારના વીડિયોમાં પાછળની બારીમાં ઉભેલો જોવા મળ્યો હતો. અહીંયા તમારી જાણકારી માટે કે બિગ બીના બંગલાની બિલકુલ પાછળ આવેલી બિલ્ડિંગમાં નિર્મિત રહે છે. વાઈરલ વીડિયોમાં તે હાથ જોડીને હસતાં મુખે અમિતાભ બચ્ચન અને બહાર ઉભેલી ભીડને જોતો જોવા મળી રહ્યો છે.

નિર્મિતે વીડિયો શેર કરતા અમિતાભ બચ્ચન માટે એક હૃદયસ્પર્શી નોટ પણ લખી છે. નિર્મિતે વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે નમસ્કાર અમિતાભ બચ્ચન સર, હું તમારો પડોશી નિર્મિત જેસરાણી છું. દર રવિવારે તમે ચાહકોને મળ્યા બાદ જે રીતે અમારી તરફ જોઈને હાથ હલાવો છો, તે તમારી નમ્રતા દર્શાવે છે. જો શક્ય હોય તો, હું તમને એકવાર રૂબરૂ મળવા ઈચ્છું છું. તમે સાચા અર્થમાં એક મહાન હસ્તી છો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button