… તો જયા બચ્ચન નહીં માયા બચ્ચન હોત Amitabh Bachchanના પત્નીનું નામ!

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈ આ માયા છે કોણ, અને તે કઈ રીતે જયા બચ્ચનની જગ્યાએ બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પત્ની બની ગયા હોત? ડોન્ટ વરી થોડી ધીરજ રાખો તમને તમારા સવાલોનો જવાબ આ જ સ્ટોરી પૂરી થતાં સુધીમાં મળી જશે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ માયા બિગ બીના જીવનમાં જયા બચ્ચન અને રેખાજી કરતાં પણ પહેલાં આવી હતી અને બંને એકબીજાની ખૂબ જ નજીક પણ હતા, તો આખરે એવું તે શું થયું કે બંને છૂટા પડી ગયા? ચાલો જાણીએ-
અમિતાભ બચ્ચન એ બોલીવૂડના મહાનાયક છે. તમને જાણીને નવાઈ લાગશે કે બિગ બીના જીવનમાં જયા અને રેખા પહેલાં આ માયા નામની છોકરી હતી અને આ વાતનો ખુલાસો હાનિફ ઝવેરીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. જયા બચ્ચન સાથેના લગ્ન બાદ રેખાજી સાથેના બિગ બીના અફેયરની ચર્ચા પણ ખૂબ જ જોરશોરથી થઈ હતી.
આપણ વાંચો: અમિતાભ બચ્ચન માટે સાઉથના આ સુપરસ્ટારે મંદિરમાં લેટીને કરી પરિક્રમા, ખુદ બિગ બીએ કર્યો ખુલાસો…
હાનિફ ઝવેરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં બિગ બી કોલકતામાં રહેતાં હતા અને ત્યાં તેઓ નોકરી કરતાં હતા. 250થી 300 રૂપિયાની પગારવાળી આ નોકરી કરતાં કરતાં કરતાં જ બિગ બીના જીવનમાં માયા નામની આ છોકરીની એન્ટ્રી થઈ હતી. માયા બ્રિટીશ એરવેઝમાં કામ કરતી હતી.
જોકે, કોઈ કામ અનુસાર બિગ બી એ સમયે મુંબઈ આવી ગયા અને ત્યાર બાદ પણ માયા બિગ બીને મળવા માટે મુંબઈ આવતી રહેતી. કેટલાક વર્ષો સુધી બિગ બી અને માયાનો આ સંબંધ ચાલ્યો અને મિત્રો વચ્ચે તો એવી ચર્ચા પણ ચાલી હતી કે તેઓ બંને લગ્ન કરશે. પરંતુ બિગ બીનું કરિયર ત્યારે સ્થિર નહોતું.
બીજી બાજું બિગ બી પણ શરમાળ હતા અને માયા ખૂબ જ ચાલાક હતી. બંનેના સંબંધમાં તણાવ વધતાં આખરે એક મિત્રએ તેમને આ સંબંધનો અંત લાવવાની સલાહ આપી અને બિગ બી અને માયા બંને અલગ થઈ ગયા, એવું વધુમાં હાનિફે વધુમાં જણાવ્યું હતું.
વાત કરીએ બિગ બી અને જયાજીની લવ સ્ટોરીની તો તેમની લવ સ્ટોરી 1971ના ફિલ્મ ગુડ્ડીના સેટ પર થઈ હતી અને આખરે 1973માં બંને જણે લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન બાદ બિગ બી અને રેખાના સંબંધોને કારણે બિગ બી અને જયાજીના લગ્નજીવન પર અસર જોવા મળી રહી હતી એ જોતાં બિગ બીએ આ સંબંધનો અંત લાવી દીધો હતો.



