Abhishek Bachchan-Aishwarya Rai વચ્ચેના ભંગાણ વચ્ચે Amitabh Bachchanએ આપી મેરિડ કપલને આવી સલાહ… | મુંબઈ સમાચાર
મનોરંજન

Abhishek Bachchan-Aishwarya Rai વચ્ચેના ભંગાણ વચ્ચે Amitabh Bachchanએ આપી મેરિડ કપલને આવી સલાહ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના મોસ્ટ પોપ્યુલર અને સક્સેસફૂલ રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ 16 (Kaun Banega Crorepati-16) શરૂ થઈ ગયો છે અને અત્યાર સુધીના એપિસોડ્સની જેમ જ બિગ બી એકદમ લાક્ષણિક અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રેક્ષકો સાથેની વાત-ચીત અને હસી-મજાક વચ્ચન પરિણીત કપલ્સને અમિતાભ એવી સલાહ આપી હતી કે જે સાંભળીને દરેક પત્નીના ચહેરા ખુશીથી ખીલી ઉઠશે. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું બિગ બીએ-

આ બધી વાતની શરૂઆત થઈ શોની કન્ટેસ્ટન્ટ દિપાલી સોનીએ જ્યારે બિગ બીને પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું. દિપાલીએ જણાવ્યું હતું કે આમ તો મારા અરેન્જ મેરેજ છે. ભલે અમારા લવ મેરેજ નથી થયા પણ લગ્નના થોડાક સમય બાદ જ બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો અને હવે અમે લોકો 25 વર્ષથી એકબીજા સાથે છીએ.

દિપાલીના પતિએ પણ કહ્યું કે અમે લોકો જ્યારે પણ બહાર જઈએ છીએ ત્યારે રીલ્સ બનાવીએ છીએ. દિપાલી અને તેમના પતિની આ રોમેન્ટિક લવ સ્ટોરી સાંભળીને બિગ બીએ તમામ પરિણીત કપલ્સને સલાહ આપી જ્યારે તમે લોકો પણ બહાર જાવ ત્યારે ચોક્કસ રીલ બનાવો, અને તમારી મેરિડ લાઈફમાં રોમેન્સને હંમેશા જીવંત રાખવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો : Aishwaraya Rai-Bachchan મારી દીકરી નથી… Jaya Bachchan કેમ આવું કહ્યું?

અમિતાભ બચ્ચનને જણાવ્યું આગળ જણાવ્યું તમે લોકોએ ખૂબ જ સારો આઈડિયા આપ્યો છે તમામ પતિ-પત્નીઓને. ભાઈ અહીંયા જેટલા પણ પતિઓ છે એમને ખાસ કહેવાનું કે તમે લોકો જ્યાં પણ ફરવા જાવ તક્યારે એકાદ રીલ ચોક્કસ બનાવજો.

અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીએ મેરિડ કપલ્સને આ સલાહ એવા સમયે આપી છે જ્યારે એમના દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)નું લગ્નજીવન ભંગાણને આરે પહોંચી ગયું છે.

Back to top button