પોતાનાથી 36 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બી-ટાઉનના દિગ્ગજ અભિનેતાએ આપ્યો એવો કિસિંગ સીન કે…

એક સમય હતો કે જ્યારે બોલીવૂડમાં કિસિંગ સ્કીન અને રિવિલિંગ આઉટફિટ પહેરવામાં એક્ટર-એક્ટ્રેસ અસહજ અનુભવતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે અને કલાકારોને આવો કોઈ છોછ નથી રહ્યો. આજે આપણે અહીં બી-ટાઉનના એક એવા એક્ટર વિશે વાત કરીશું કે જેણે પોતાનાથી 36 વર્ષ નાની એક્ટ્રેસ સાથે કિસિંગ સીન આપ્યો હતો કે જેને કારણે સનસનાટી મચી ગઈ હતી. આઈ નો આઈ નો તમને હવે કોણ છે આ અભિનેતા એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે. ચાલો તમને જણાવીએ-
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 50 કરતાં પણ લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તેમણે આટલી લાંબી સફરમાં અનેક હિટ, સુપરહિટ અને ફ્લોપ ફિલ્મો આપી છે. અત્યાર સુધી બિગ બીએ ફિલ્મોમાં અલગ અલગ કેરેક્ટર પ્લે કર્યા છે, પરંતુ શું તમને ખબર છે કે બિગ બીએ પોતાના કરિયરમાં પોતાનાથી નાની એક્ટ્રેસ સાથે પહેલી જ વખત ઈમરાન હાશ્મી જેવો કિસિંગ સીન આપ્યો હતો?
આ પણ વાંચો: આઈફા એવોર્ડમાં કરીના શાહિદ કપૂરને કેમ ઈગ્નોર કરી શકી નહીં, સુપરસિક્રેટ શું હતું?
જી હા, બિગ બીએ ફિલ્મ બ્લેકમાં રાણી મુખર્જી સાથે આવો સીન આપ્યો હતો. આ ફિલ્મમાં રાણી મિશેલ નામની એક બ્લાઈન્ડ યુવતીના રોલમાં જોવા મળી હતી જે જોઈ કે સાંભળી નથી શકતી. બિગ બીએ આ ફિલ્મમાં તેના ટીચર દેવરાજનો રોલ કર્યો હતો, જે એક આલ્કોહોલિક પર્સન છે અને બાદમાં તે અલ્ઝાઈમરનો શિકાર બની જાય છે.
બ્લેક ફિલ્મમાં બિગ બીએ પહેલી વખત પોતાની કો-સ્ટાર સાથે કિસિંગ સીન આપ્યો હતો. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે મિશેલને દેવરાજ સાથે પ્રેમ થઈ જાય છે અને તે એને કિસ કરવા માટે જણાવે છે. આ સિવાય બંને વચ્ચે રોમેન્ટિક સીન પણ જોવા મળે છે. એ સમયે બિગ બી 63 વર્ષના હતા અને રાણી 27 વર્ષની. બંનેની ઉંમર વચ્ચે 36 વર્ષનો તફાવત હતો.
આ પણ વાંચો: પેરિસ ફેશન વીકમાં પેરિસ જેક્સને ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરતા ટીકાકારોએ વરસાવ્યો વરસાદ
કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવે છે કે આ સીનને કારણે જ અભિષેક બચ્ચન અને રાણી મુખર્જીના સંબંધોનો અંત આવ્યો હતો. એક સમયે રાણી મુખર્જી બચ્ચન પરિવારની ખૂબ જ નજીક હતી અને તે અભિષેક બચ્ચન સાથે રિલેશનશિપમાં પણ હતી. જયા બચ્ચને રાણી મુખર્જીને આ ફિલ્મ છોડવા જણાવ્યું હતું, પરંતુ રાણીએ એવું કરવાની ના પાડી અને રાણી અને અભિષેકના સંબંધોનો અંત આવ્યો હતો.