સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી અનેક લવસ્ટોરીઝ વિશે તમે સાંભળ્યું હશે, વાંચ્યુ હશે કે જેઓ પૂરી ના થઈ શકી હોય પણ એના ચર્ચામાં વર્ષો બાદ પણ એટલી જ જોરશોરથી થતી હોય છે. આવી જ એક લવ સ્ટોરી એટલે રેખા અને અમિતાભ બચ્ચનની. રેખા અને બિગ બીની લવસ્ટોરીની મોસ્ટ હોટ ફેવરેટ લવસ્ટોરીમાંથી એક છે. આજે પણ ફેન્સ બંનેને સાથે જોવા માટે એકદમ બેતાબ હોય છે. જોકે, બંનેની આ લવસ્ટોરી પૂરી ના થઈ શકી. પણ હાલમાં સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સૂટબૂટમાં સ્ટેજ પર પહોંચેલા રેખાને જોઈને ફેન્સ જ નહીં પણ બિગ બીના શ્વાસ પણ થંભી ગયા ગયા હતા. તેમનું રિએક્શન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર. તમે પણ ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો…
વાઈરલ થઈ રહેલાં થ્રોબ્રેક વીડિયોમાં રેખા એક એવોર્ડ ફંક્શનમાં સૂટ બૂટ પહેરીને સ્ટેજ પર એન્ટ્રી મારે છે. રેખાનો આ લૂક એટલો સ્ટનિંગ હતો કે બિગ બી પણ પોતાની જાતને તેમને એક ટક જોતા રોકી શક્યા નહોતા. વીડિયોમાં જયા બચ્ચન તેમના આગળ જ બેઠેલા જોવા મળી રહ્યા છે. જયા બચ્ચન પણ રેખાનો આ અવતાર જોઈને સ્માઈલ કરે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. યુઝર્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બધા અમિતાભજીને જોઈ રહ્યા છે અને બિગ બી રેખાજીને. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેમેરામેનને જુઓ. દરેક પોસિબલ એંગલથી શોટ લીધા છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે કેમેરા મેનને પોતાનું કામ ખૂબ જ સારી રીતે ખબર છે તો વળી બીજા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે તેમણે આ બધા એક્સપ્રેશન પોતાની પત્નીની સામે આપ્યા હતા.
આ પણ વાંચો: બોલો, રેખાએ મંચ પર અક્ષય કુમારને કર્યો ‘ઈગ્નોર’, સિક્રેટ શું છે?
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી અને રેખાની લવ સ્ટોરી બોલીવૂડની સૌથી ચર્ચિત લવસ્ટોરીમાંથી એક છે. કથિત રીતે એ સમયે જયા ભાદુડી સાથેના લગ્ન બાદ પણ ફિલ્મ સુહાગ સમયે બિગ બીને પોતાની કો-સ્ટાર રેખા સાથે પ્રેમ થઈ ગયો હતો. જયા બચ્ચને રેખાને લંચ પર બોલાવીને બિગ બી અને તેમના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાવી દીધું હોવાનો ખુલાસો પણ હાલમાં એક લેખકે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.