KBCમાં સ્પર્ધકે અમિતાભ બચ્ચન માટે એવી વાત કહી કે જયાજી ગુસ્સે થઈ જાય, જુઓ વાઈરલ વીડિયો…
મનોરંજન

KBCમાં સ્પર્ધકે અમિતાભ બચ્ચન માટે એવી વાત કહી કે જયાજી ગુસ્સે થઈ જાય, જુઓ વાઈરલ વીડિયો…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મો સિવાય ટચૂકડાં પડદે પબણ તેઓ દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. હાલમાં અમિતાભ બચ્ચન લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે.

આ શોમાં તેઓ અનેક વખત હોટસીટ પર બેઠેલા કન્ટેસ્ટન્ટ સાથે હળવી વાતો કરતાં અને મજાક કરતાં જોવા મળે છે. હવે સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં હોટસીટ પર બેઠેલી મહિલા કન્ટેસ્ટન્ટ બિગ બી માટે એવી વાત કહી છે કે જે સાંભળીની જયા બચ્ચન તો લાલચોળ થઈ શકે છે, આવો જોઈએ શું કહ્યું છે કન્ટેસ્ટન્ટે…

મળતી માહિતી મુજબ કૌન બનેગા કરોડપતિ-17ની સિઝનમાં મહિલા સ્પર્ધક બિગ બીની સામે બેસીને તેમને એવું કહી રહી છે કે સર, તમે એટલા હેન્ડસમ દેખાઈ રહ્યા છો કે મારી નજર જ હટી તો નથી રહી, અને મેકઅપની જરૂરી નથી, તેઓ કેમ આવીને તમને ટચઅપ કરે છે.

જેના જવાબમાં બિગ બીએ જણાવ્યું હતું કે હા, પ્લીઝ તમે પણ કહોને એમને કેમ આવે છે મને હેરાન કરવા માટે? જોકે, બિગ બીએ એવું પણ કહ્યું હતું કે તેમનામાંથી ખૂબ જ સુંદર સ્મેલ પણ આપે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ આ વીડિયો પર કમેન્ટ અને લાઈક કરીને મજા લઈ રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મારા દાદાજી પણ આટલા જ હેન્ડસમ છે.

બીજા એક યુઝરે આ વીડિયોમાં લખ્યું હતું કે આ છોકરી પરથી પણ મારી નજર નથી હટી રહી. ત્રીજા યુઝરે લખ્યું હતું કે હું એની વાતો પર વિશ્વાસ નથી કરી શકતો. એક યુઝરે જયાજીને યાદ કરતાં જણાવ્યું કે જો જયાજીએ આ જોઈ રહ્યા હશે તો આજે જમવાનું નહીં મળે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન કેબીસીની અનેક સિઝન હોસ્ટ કરી ચૂક્યા છે. 82 વર્ષની ઉંમરમાં પણ તેઓ ખૂબ જ કામ કરી રહ્યા છે. ફિલ્મોની વાત કરીએ તે 2025માં તેઓ ઝમાનતઃ એન્ડ જસ્ટીસ ફોર ઓલમાં જોવા મળશે. બિગ બી આ ફિલ્મમાં શિવ શંકરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1996માં શૂટ થઈ હતી, પણ રીલિઝ થઈ શકી નહોતી.

આ સિવાય બિગ બી ફિલ્મ રામાયણમનો પણ હિસ્સો છે, જેનું ડિરેક્શન નિતેશ તિવારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે રણબીર કપૂર, સાંઈ પલ્લવી, સની દેઓલથી લઈને યશ અને લારા દત્તા જેવા સ્ટાર્સ પણ જોના મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે.

આ પણ વાંચો…‘ગૂગલ બોય’ને મળી 25 લાખની સ્કોલરશીપ: ઓક્સફોર્ડમાં અભ્યાસ કરશે કૌટિલ્ય પંડિત…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button