મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Amitabh Bachchan લગ્ન બાદ આ કારણે Jaya Bachchanને બોલાવે છે ખાસ નામથી…

બચ્ચન પરિવાર (Bachchan Family)ની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફૂલ પરિવારમાં કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો-
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બચ્ચન પરિવારના બે આધારસ્થંભ છે અને બંનેની લવસ્ટોરી પણ ખૂબ જ ઈન્ટ્રેસ્ટિંગ છે. પરંતુ શું તમને ખબર છે કે બિગ બી લગ્ન પહેલાં અને લગ્ન બાદ જયા બચ્ચનને કયા નામથી બોલાવે છે? આ વાતનો ખુલાસો ખુદ અમિતાભ બચ્ચને કર્યો છે. ચાલો તમને એ વિશે જણાવીએ.

વાત જાણે એમ છે કે કેબીસીની કન્ટેસ્ટન્ટ કાજોલે જ બિગ બીને પૂછ્યું હતું કે લગ્ન પહેલાં તમે જયાજીને કયા નામથી કે શું કહીને બોલાવતા હતા? અને હવે લગ્ન બાદ તમે એમને કયા નામથી બોલાવો છો? આ સવાલનો જવાબ આપતા અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે જે જે એમનું નામ હતું એ જ નામની બોલાવતા હતા. પરંતુ લગ્ન બાદ હવે મેં એમના નામ પાછળ જી લગાવવાનું શરૂ કરી દીધું છે. હું મારી ધર્મપત્નીનો આદર કરું છું.

આગળ બિગ બીએ જણાવ્યું હતું કે અમારી એક ફિલ્મ હજી જે અમે લોકોએ સાથે કરી હતી અને આ ફિલ્મનું નામ હતું ઝંઝીર… આ ફિલ્મ બાદ જ અમે લોકોએ લગ્ન કરી લીધા. ત્યારથી અમે લોકો સાથે છીએ અને ખુશહાલ લગ્નજીવન જીવી રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. અનેક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બંને જણ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, પરંતુ કપલ્સ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ પણ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી. પરંતુ બચ્ચન પરિવારમાં કંઈક તો ઠીક નથી એ વાત તો એકદમ શ્યોર છે, કારણ કે ઐશ્વર્યા પોતાના પિયરમાં રહે છે અને જાહેરમાં પણ બચ્ચન પરિવાર સાથે દેખાવવાનું ટાળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button