Mega Star Amitabh Bachchan આ કારણે થયા મુંબઈની હોસ્પિટલમાં દાખલ… પોસ્ટ કરી આપી માહિતી…
Amitabh Bachchan ને આજે સવારે મુંબઈની Kokilaben Hospitalમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં 81 વર્ષીય મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બિગ બીને કડક સિક્યોરિટી હેઠળ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને આજે સવારે 6 વાગ્યા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અહીં જ તેમના પર એન્જિયોપ્લાસ્ટિ કરવપામાં આવી હતી. આ બધા વચ્ચે બિગ બીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર… તેમની આ પોસ્ટ પરથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સર્જરી બાદ તેમણે પોતાના શુભચિંતકોનો આભાર માન્યો છે. ફેન્સ બિગ બી જલદી સાજા થઈ જાય એ પ્રાર્થના કરી રહ્યા છે.
બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાની ડેટુ ડે લાઈફની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતાં રહે છે. જોકે, આ પહેલાં પણ 2018માં ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનનો એક એક્શન સીન શૂટ કરતાં કરતાં તેમને ખભા પર ઈજા થઈ હતી. એ સમયે તેમને બોડી ડબલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેમણે પરફેક્શન માટે પોતે જ આ સીન શૂટ કરવાનું નક્કી કર્યું હતું.
2020માં જ્યારે આખી દુનિયા મહામારી કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી એ સમયે પણ તેઓ બે વખત કોવિડ પોઝિટિવ થયા હતા. બિગ બીએ ખુદ પોસ્ટ કરીને આ બાબતની જાણકારી ફેન્સને આપી હતી. એ સમયે પણ તેમને સારવાર માટે 2 મહિના સુધી હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા હતા. 2022માં પણ બિગ બી કોવિડ પોઝિટિવ થયા હતા.
ત્યાર બાદ 2022માં લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ-14ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનના પગની એક નસ મેટલના ટૂકડાને કારણે કપાઈ ગઈ હતી. એ સમયે પણ તેમનું ખૂબ લોહી વહી ગયું હતું અને સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.