Amitabh Bachchanની હેલ્થને લઈને થયો મહત્ત્વનો ખુલાસો, હવે તો ઘરમાં પણ… | મુંબઈ સમાચાર
મનોરંજન

Amitabh Bachchanની હેલ્થને લઈને થયો મહત્ત્વનો ખુલાસો, હવે તો ઘરમાં પણ…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય પોતાની એનર્જી અને એક્ટિંગથી ફેન્સને ચોંકાવી દેતા હોય છે પરંતુ બિગ બીએ પોતાના હાલના બ્લોગમાં એવી વાત કહી છે કે જે સાંભળીને તેમના ફેન્સ ચિંતામાં પડી જશે. બિગ બીએ પોતાના બ્લોગમાં હેલ્થ સંબંધિત ચિંતાજનક માહિતી શેર કરી છે અને સાથે સાથે તેમને એલર્ટ રહેવું પડે છે એવું પણ જણાવ્યું હતું. આવો જોઈએ આખરે એવું તે શું શેર કર્યું બિગ બીએ કે ફેન્સ ચિંકામાં પડી જશે-

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમણે પોતાના લેટેસ્ટ બ્લોગમાં જણાવ્યું હતું કે વધતી જતી ઉંમરને કારણે તેમણે વધારે સાવધ રહેવું પડે છે. પહેલાં જે કામ સરળતાથી થઈ જતાં હતા તે કામ કરવા માટે હવે તેમને શ્રમ પડી રહ્યો છે. એટલું જ નહીં તેમણે એવું પણ સ્વીકાર્યું હતું કે ઘરમાં પણ તેમણે પોતાનું બેલેન્સ જાળવી રાખવા માટે આધાર, હેંડલ બાર્સની જરૂર પડે છે.

17મી ઓગસ્ટના ફેન્સ સાથેની સન્ડે મીટિંગ પૂરી કર્યા બાદ બિગ બીએ જણાવ્યું કે કઈ રીતે તેમનું રોજના કામની સાથે સાથે દવા અને હેલ્થના રૂટિન પર આધારિત થઈ ગયું છે. શરીર ધીરે ધીરે પોતાનું સંતુલન ગુમાવી રહ્યું છે. બિગ બીએ યોગ, બ્રિધિંગ એક્સરસાઈઝ સિવાય બોડીને ફ્લેક્સિબલ રાખનારી એક્સરસાઈઝ કરવા પર ભાર મૂક્યો હતો.

તેમણે પોતાના બ્લોગમાં આગળ જણાવ્યું હતું કે પહેલાં જે રૂટિન સરળ લાગતું હતું, પણ હવે તે બિલકુલ સરળ નથી. મને આશ્ચર્ય થાય છે કે જે કામ પહેલાં હું સમજ્યા વિચાર્યા વિના કરતો હતો હવે એના માટે મગજ લગાવવું પડે છે. જેમ કે ટ્રાઉઝર પહેરવું. ડોક્ટરે સલાહ આપતા કહ્યું હતું કે પ્લીઝ મિસ્ટર બચ્ચન પહેલાં બેસો, પછી ટ્રાઉઝર પહેરો. ઊભા રહીને ટ્રાઉઝર પહેરવાનો પ્રયાસ ના કરશો, એવું કરવાથી તમારું બેલેન્સ બગડી શકે છે અને તમે પડી જશો.

અમિતાભે પોતાના બ્લોગમાં એવું પણ જણાવ્યું હતું કે વધતી ઉંમરને કારણે તેમને તેમની આદતોમાં ફેરફાર કરવા પડે છે. ઘરમાં બેલેન્સ જાળવી રાખવા માટે હેંડલ બાર્સની મદદ લેવી પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બિગ બીએ આ બ્લોગમાં જણાવ્યું હતું કે કઈ રીતે નાના નાના દેખાતા કામ કરવા માટે પણ તેમને એક્સ્ટ્રા એફર્ટ્સ લગાવવા પડી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ફિલ્મ સેક્શન 84માં જોવા મળશે. આ સિવાય તેઓ ફિલ્મ કલ્કી 2898 એડીના બીજા ભાગમાં પણ જોવા મળશે. હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.

આપણ વાંચો:  Viral Video: Anant Ambani નહીં આ ખાસ વ્યક્તિ સાથે ડાન્સ કર્યો અંબાણી પરિવારની વહુરાણી…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button