અમિતાભ બચ્ચને ફેન્સનો સન્ડે ખાસ બનાવ્યો આ અંદાજમાં, વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

અમિતાભ બચ્ચને ફેન્સનો સન્ડે ખાસ બનાવ્યો આ અંદાજમાં, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. બિગ બી દર રવિવારે પોતાના બંગલો જલસાની બહાર ફેન્સને મળે છે. આ વખતે રવિવારે ફેન્સને બિગ બીએ સરપ્રાઈઝ આપ્યું હતું. ફેન્સને બિગ બીએ હેલ્મેટ વહેંચ્યા હતા, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચન 1982થી મુંબઈમાં આવેલા બંગલા જલસાની બહાર દર રવિવારે પોતાના ફેન્સને મળે છે. ફેન્સ પણ દર રવિવારે બંગલાની બહાર જમા થાય છે. હાલમાં જ 82 વર્ષીય બિગ બીએ નવરાત્રિ દરમિયાન દાંડિયા વેંહચવાનો નિર્ણય લીધો હતો. તેમણે હેલમેટ મેન ઓફ ધ ઈન્ડિયાના નામથી જાણીતા કન્ટેસ્ટન્ટ રાઘવેન્દ્ર કુમારથી પ્રેરણા લઈને કેટલાક લોકોને હેલ્મેટ વહેંચ્યા હતા.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને અભિષેકની ફિલ્મની પ્રશંસા કરીને લખ્યું કે…

વાત કરીએ રાઘવેન્દ્ર કુમાર રસ્તા પર બાઈક સવારોની સુરક્ષા માટે હેલ્મેટ વહેંવા માટે જાણીતા છે. તેઓ લોકોને રોડ સેફટીની દિશામાં જન જાગરૂકતા વધારવાની દિશામાં કામ કરે છે અને અત્યાર સુધીમાં શહેરોમાં એ હજારો બાઈક સવારોને હેલ્મેટ વહેંચ્યા છે, જેમની પાસે હેલ્મેટ નથી.

બિગ બીએ સોમવારે પોતાના એક્સ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોની સાથે તેમણે લખ્યું હતું કે કેબીસીમાં હેલ્મેટ મેનને મળીને સન્માનિત અનુભવ કરી રહ્યો છું, જે બાઈક સવારોની સુરક્ષા માટે સ્વેચ્છાએ હેલ્મેટ આપે છે. મારા એક સીખ છે એટલે રવિવારે મેં ફેન્સને મળતા સમયે તેમને થઈ શક્યું એટલા લોકોને હેલ્મેટ આપ્યા. આ સાથે તેમના દાંડિયા આપ્યા.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને હવે હર હર મહાદેવની પોસ્ટ મૂકીને જાણો યુઝર્સે શું કર્યું?

રાઘવેન્દ્ર કુમારે બિગ બીની આ પોસ્ટનો જવાબ આપતા જણાવ્યું હતું કે એક્ટરના આ પગલાંને પોતાના જીવનનો સૌથી મોટો એવોર્ડ ગણાવ્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આદરણીય બચ્ચન સર, તમારા શબ્દો અને આશિર્વાદ મારા જીવનનું સૌથી મોટો એવોર્ડ છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આપણી પહેલી મુલાકાતમાં હું તમારા દિલમાં સુરક્ષાનો બીજ રોપી શકીશ..

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button