મનોરંજન

અહીંયાનો આઈસ્ક્રીમ છે Amitabh Bachchan નો ફેવરેટ, તમે ટ્રાય કર્યો કે નહીં?

આઈસ્ક્રીમ તો બધાનો ફેવરેટ છે અને એમાં પણ ખાસ કરીને ઉનાળામાં બપોરે કે રાતના સમયે તો લોકોને આઈસ્ક્રીમ ખાવાનું કોને ના ગમે? આઈસ્ક્રીમના મોહમાંથી તો અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને સલમાન ખાન (Salman Khan) પણ એમાંથી બાકાત નથી. પરંતુ શું તમને ખબર અમિતાભ બચ્ચનને ક્યાંનો આઈસ્ક્રીમ ભાવે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

સામાન્યપણે સેલિબ્રિટીઓ પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે અને આ કારણે જ તેઓ આઈસ્ક્રીમ, સ્વીટ અને જંકફૂડથી દૂર રહે છે. પરંતુ સેલિબ્રિટી પણ છે તો આખરે માણસ જ ને? તેમને પણ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન સહિતના સેલેબ્સને મુંબઈમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લરમાંથી આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે અને આજે આ આઈસ્ક્રીમ પાર્લર વર્ષે 300 કરોડથી વધારાનો બિઝનેસ કરે છે.

jagoinvestor

1984ના મુંબઈમાં એક આઈસ્ક્રીમ પાર્લર શરૂ થયું અને ધીરે ધીરે તે લોકોની અને સેલેબ્સનું ફેવરેટ સ્પોટ બની ગયું. અહીં જે પાર્લરની વાત કરી રહ્યા છીએ એનું નામ છે નેચરલ્સ આઈસ્ક્રીમ. બિગ બી જ નહીં પણ હેમા માલિની જેવા સિનિયર્સ એક્ટર્સથી લઈને સલમાન, આમિર જેવા અનેક યંગ સ્ટાર્સની ફેવરેટ પ્લેસ બની ગઈ છે.

આ આઈસ્ક્રીમ પાર્લરના માલિકે એક જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે શરૂઆતમાં આઈસ્ક્રીમની સાથે સાથે પાવભાજી વેચવાનું પણ શરુ કર્યું કારણ કે એમને ડર લાગતો હતો કે લોકો ખાલી આઈસ્ક્રીમ ખાવા નહીં આવે. પરંતુ ધીરે ધીરે લોકોને આઈસ્ક્રીમ પસંદ આવ્યો અને તેમણે પાવભાજી વેચવાનું બંધ કરી દીધું. અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, સલમાન, હેમા માલિની, આમિર જેવા સ્ટાર્સને અહીંનો આઈસ્ક્રીમ પસંદ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં અમિતાભ બચ્ચન લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. આ સિવાય તેઓ છેલ્લે ફિલ્મ કલ્કી એડી2898માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : રેખા કે જયા બચ્ચન નહીં પણ આ એક્ટ્રેસને ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા Amitabh Bachchanએ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button