
Amitabh Bachchanની ગણતરી બોલીવૂડના દિગ્ગજ કલાકારોમાં કરવામાં આવે છે અને તેમને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. પોતાના દાયકાઓ લાંબા કરિયરમાં એટલી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે કે દર્શકોના દિલો પર તેઓ આજે પણ રાજ કરે છે. એમાંથી કેટલાક કેરેક્ટર આજે પણ લોકોના માનસપટલ પર એકદમ જીવંત છે.
પરંતુ શું તમને ખબર છે કે બિગ બીએ તેમની ફિલ્મી કારકિર્દીમાં એવો રોલ પણ કર્યો હતો કે જેને કારણે ફેન્સ એકદમ ગુસ્સે ભરાયા હતા. એટલું જ નહીં પણ ફેન્સે એમના પર ટીકાનો વરસાદ વરસાવ્યો હતો. ચાલો તમને જણાવીએ આખો કિસ્સો…
વાત 21 વર્ષ જૂની છે અને એ સમયે બિગ બીએ એક એવી પિલ્મ કરી હતી જેને લોકો ખરાબ માનતા હતા. આ ફિલ્મ હતી બૂમ. 2003માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, પદ્મા લક્ષ્મી, મધુ સપ્રે, ઝીન્નત અમાન અને કૈટરિના કૈફ સહિતના કલાકારોએ કામ કર્યું હતું.
ફિલ્મનું બજેટ 5 કરોડથી વધુ હતું પણ વાત કરીએ કમાણીની તો ફિલ્મે 1.20 કરોડથી પણ ઓછું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ માત્ર બિગ બી જ નહીં પણ કેટરિનાના કરિયરની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મોમાંથી એક હતી. 63 દિવસમાં આ ફિલ્મ બનાવવામાં આવી હતી.
વાત કરીએ કેટરિના કૈફ અને અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની તો બિગ બી ટૂંક સમયમાં જ 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મનો તેમનો ફર્સ્ટ લૂક પણ રીલિઝ થઈ ગયો છે. કેટરિના કૈફની વાત કરીએ તો તે છેલ્લી વખત ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા, જોકે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ કરી શકી નહોતી.