Amitabh Bachchanએ કોના માટે કહ્યું કે, તમે ખૂબ જ સ્પેશિયલ છો… પોસ્ટ થઈ વાઈરલ

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય રિયલ અને રીલ લાઈફ બંનેમાં સુપર એક્ટિવ છે. બિગ બી જેટલું એમની પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે એનાથી વધારે તો તેઓ સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટને કારણે ચર્ચામાં રહેતાં હોય છે. હવે ફરી એક વખત બિગ બી તેમની પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. આ ઈમોશનલ પોસ્ટ તેમણે કોઈ ખાસ વ્યક્તિ માટે કરી છે. ચાલો જોઈએ જયા બચ્ચનને બાદ કરતાં કોઈ છે બિગ બી માટે ખાસ, અને તેમણે પોસ્ટમાં શું કહ્યું છે?
વાત જાણે એમ છે કે મહાનાયક અમિતાભ બચ્ચનની ત્રીજી પેઢી હવે મોટા પડદે પદાર્પણ કરવા માટે સજ્જ છે. જી હા, બિગ બીના દોહિત્ર અગત્સ્ય નંદા ટૂંક સમયમાં જ ફિલ્મ ઈક્કીસથી મોટા પડદે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થશે અને તેનું ઓફિશિયલ ટ્રેલર પણ સામે આવ્યું હતું. કહેવાની જરૂર ખરી કે ટ્રેલરમાં અગત્સ્ય છવાઈ ગયો છે. બિગ બીએ અગત્સ્ય નંદા માટે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે, જે વાઈરલ થઈ રહી છે.
બિગ બી હંમેશાથી જ સોશિયલ મીડિયા પર પોસ્ટના માધ્યમથી પોતાનના મનની વાતો લોકો સુધી પહોંચાડતા હોય છે. અભિષેક બચ્ચનની પણ કોઈ ફિલ્મ કે સિરીઝ આવવાની હોય તો બિગ બી એમના માટે પોસ્ટ શેર કરે છે. હવે અગત્સ્ય પહેલી વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળવાનો છે એટલે નાના તરીકે બિગ બી ઈમોશનલ થાય એ સ્વાભાવિક છે.

સિનિયર બચ્ચને ટ્વીટર પર અગસ્ત્ય માટે લખ્યું છે અગત્સ્ય તારા જન્મ બાદ મેં તરત જ તને મારા હાથોમાં ઉંચકી લીધો હગો. થોડાક મહિના બાદ મેં ફરી તને તેડી લીધો અને એ સમયે તું મારી દાઢી સાથે રમવા લાગ્યો. હવે તું દુનિયાભરના થિયેટરમાં રમવા જઈ રહ્યો છે. તું ખૂબ જ જ ખાસ છે. મારા આશિર્વાદ અને પ્રાર્થનાઓ તારી સાથે છે. તું હંમેશા તારા કામથી તારી જાતને અને પરિવારનું ગૌરવ વધારે એવી શુભેચ્છા…
બિગ બીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને નેટિઝન્સ પણ તેને શુભેચ્છા આપી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે પોતાના વંશને આટલી સુંદર રીતે બદલાતી જોવી એ દુર્લભ છે. આ ફિલ્મથી અનેક ગણું વધારે છે. આ પેઢી દરપેઢી સાચવવામાં આવેલી લાગણીઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગત્સ્ય નંદાની ફિલ્મ ઈક્કીસ ડિસેમ્બર, 2025માં થિયેટરમાં રિલીઝ થવા તૈયાર છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. આ સિવાય અક્ષય કુમારની ભાણેજી સિમર ભાટિયા પણ આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
આ પણ વાંચો…અમિતાભ બચ્ચને દિવાળીમાં સ્ટાફને આપ્યું આટલું બોનસ અને ખાસ ગિફ્ટ, વીડિયો વાયરલ…



