અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે બેચેની થઈ રહી છે, જરાય મન નથી લાગતું…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય એકદમ સુપર એક્ટિવ છે. ફિલ્મો અને રિયાલિટી ટીવી શોના માધ્યમથી બિગ બી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યા છે. બિગ બી પ્રોફેશનલ લાઈફની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
તેઓ પોતાની ડે ટુ ડે લાઈફની અપડેટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કરતાં રહે છે. બિગ બીની લેટેસ્ટ પોસ્ટમાં તેઓ કોઈ વાતને લઈને બેચેન જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ શું છે બિગ બીની બેચેનીનું કારણ-
વાત જાણે એમ છે કે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને હાલમાં લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝનના ગ્રાન્ડ ફિનાલે એપિસોડનું શૂટિંગ કર્યું હતું. આ એપિસોડ દરમિયાન બિગ બી ઈમોશનલ થઈ ગયા હતા. આ બધા વચ્ચે હવે બિગ બીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બેચેનીની વાત હતી. ફેન્સ બિગ બીની આ પોસ્ટ વાંચીને ચોંકી ઉઠ્યા છે.
આપણ વાચો: અમિતાભ બચ્ચને કોના માટે કહ્યું કે હું એક ક્ષણ માટે પણ એના પરથી નજર હટાવી શક્યો નહીં…પોસ્ટ થઈ વાઈરલ
સોશિયલ મીડિયા પર બ્લોગ શેર કરીને બિગ બીએ જણાવ્યું છે કે ખાલી પડેલાં સમયમાં તેઓ કોઈ જગ્યાએ અટકી પડ્યા છે એવું અનુભવી રહ્યા છે. આ સિવાય બિગ બીએ કામ વિના મન નહીં લાગવાની વાત પણ કરી હતી. બિગ બીએ પોસ્ટમાં લખ્યું છે કે સિઝન ખતમ થવામાં હજી થોડો સમય બાકી છે પણ તે ખૂબ જ લાંબો લાગી રહ્યો છે.
કામ ન કરવા માટે એક ભીના, બંજર વિસ્તારમાં સુસ્ત લટાર મારવા સમાન છે. હું એમાં ફસાઈ ગયો છું. મારા થાકેલાં પગ સઆથે ફરી હું બહાર નીકળવાનો અને આગળ વધવાનો પ્રયાસ કરીશ.
આપણ વાચો: ધર્મેન્દ્રની એક ભૂલ: જ્યારે ‘શોલે’ના શૂટિંગમાં અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં મુકાયો!
અમિતાભ બચ્ચન પોતાના બ્લોગમાં કૌન બનેગા કરોડપતિ સિઝન 17ને આટલો ફ્રેમ આપવા માટે ફેન્સનો આભાર માન્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે કેબીસી 17નો ફિનાલે પૂરો થઈ ગયો છે અને બિગ બીને પોતાના આ શોની યાદ સતાવી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં બિગ બીના કોઈ અપકમિંગ પ્રોજેક્ટની માહિતી સામે નથી આવી રહી. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે. તેઓ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ કલ્કી પાર્ટ ટુમાં જોવા મળશે. અહીંયા તમારી જાણ માટે 2024માં આવેલી ફિલ્મ કલ્કી 2898 એડીમાં અમિતાભ બચ્ચને અશ્વત્થામાનો રોલ નિભાવ્યો હતો અને બિગ બી આ ફિલ્મની સિક્વલમાં પણ અશ્વત્થામા રોલમાં જોવા મળશે.



