મનોરંજન

જાણો કેટલા ભણેલા છે અમિતાભ બચ્ચન? એક્ટિંગ પહેલાં શું હતી એમની તૈયારી…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન માત્ર તેમના અભિનય અને અવાજ માટે જ નહીં, પરંતુ તેમની ઈન્ટેલિજન્સ અને કલ્ચર્ડ નેચરને કારણે પણ એટલા જ લોકપ્રિય છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચન કે જેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એંગ્રી યંગમેન તરીકે ઓળખાય છે. પરંતુ શું તમને ખબર છે બિગ બી કેટલું ભણેલાં-ગણેલાં છે? ચાલો તમને આજે આ સ્ટોરીમાં એના વિશે જણાવીએ…

મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની એક્ટિંગ સ્કિલની સાથે સાથે તેમની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને જર્ની પણ ખૂબ જ ઈન્સપાયરિંગ છે. બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું વ્યક્તિત્વ અને તેમની ભાષા પરની પકડ પાછળ તેમનો મજબૂત શૈક્ષણિક પાયો રહેલો છે. પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનના પુત્ર હોવાને કારણે ઘરમાં હંમેશા સાહિત્યિક અને શૈક્ષણિક વાતાવરણ રહ્યું હતું.

આપણ વાચો: અમિતાભ બચ્ચનના પડોશીએ તેમની પાસે કરી આ ખાસ ડિમાન્ડ, 48 કલાકમાં પચાસ લાખથી વધુ લોકોએ જોયો વીડિયો…

અમિતાભ બચ્ચને તેમનો પ્રારંભિક અભ્યાસ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) ની જ્ઞાન પ્રબોધિની અને બોયઝ હાઈસ્કૂલ માંથી કર્યો હતો. ત્યારબાદ તેઓ નૈનીતાલની પ્રખ્યાત શેરવૂડ કોલેજ માં ગયા હતા. આ કોલેજમાં જ તેમણે નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, જ્યાંથી તેમના અભિનયના બીજ રોપાયા હતા.

સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમિતાભ બચ્ચન દિલ્હી આવ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કિરોરી મલ કોલેજ માં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે બેચલર ઓફ સાયન્સ (B.Sc.) માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. વિજ્ઞાનના વિદ્યાર્થી હોવા છતાં, તેમનો ઝુકાવ કલા અને સાહિત્ય તરફ વધુ હતો.

આપણ વાચો: અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે બેચેની થઈ રહી છે, જરાય મન નથી લાગતું…

અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા અને કળા ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને દેશ-વિદેશની અનેક યુનિવર્સિટીઓ દ્વારા ‘માનદ ડોક્ટરેટ’ (Honorary Doctorate)ની પદવીઓ એનાયત કરવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં ઝાંસી યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી અને બ્રિટનની લેસ્ટર યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ તેમને ડોક્ટરેટની પદવી આપી સન્માનિત કર્યા છે.

ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણકારી છે કે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસે ડબલ એમ.એ.ની ડિગ્રી પણ છે. આ સિવાય તેમણે ભાષા અને કળાના વિષયોમાં ઊંડો રસ દાખવીને ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેમની શુદ્ધ હિન્દી અને અંગ્રેજી પાછળનું કારણ તેમનું આ ઉચ્ચ શિક્ષણ જ છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button