હેં, Amitabh Bachchan ઓટોરિક્ષામાં બેસીને પહોંચ્યા સેટ પર? શું છે આખો મામલો… | મુંબઈ સમાચાર

હેં, Amitabh Bachchan ઓટોરિક્ષામાં બેસીને પહોંચ્યા સેટ પર? શું છે આખો મામલો…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી. 83 વર્ષેય બિગ બી પોતાની એક્ટિંગ અને એનર્જીથી દર્શકોને, ફેન્સને દિવાના બનાવી દે છે. હેડિંગ વાંચીને જો તમે કન્ફ્યુઝ થઈ ગયા હોવ કે આવા આ બિગ બીને એવી તે શું આફત આવી પડી કે તેમણે ઓટો રિક્ષામાં બેસીને સેટ પર જવું પડે? પરંતુ તમારી જાણ માટે આ કિસ્સો આજથી 50 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ શોલેના સમયનો છે અને બિગ બીએ ખુદ આ વિશે કેબીસીના એક એપિસોડમાં ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-

વાત જાણે એમ છે કે હાલમાં કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન શરૂ થઈ છે અને અમિતાભ બચ્ચન આ સિઝન હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન જ બિગ બીએ સુપરહિટ ફિલ્મ શોલેનો એક કિસ્સો શેર કર્યો હતો. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં બિગ બી 1975માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેની ઘટનાને યાદ કરીને પોતાનો અનુભવ જણાવે છે. નવી સિઝનના પહેલાં એપિસોડમાં એક દર્શકે બિગ બીને ફિલ્મ શોલેમાં તેમના સૌથી યાદગાર બિહાઈન્ટ ધ સીન મોમેન્ટ વિશે પૂછે છે. જેના જવાબમાં બિગ બી કહે છે કે અરે ઘણા બીટીએસ છે, ક્યા ક્યા બીટીએસ જણાવું તમને?

જ્યારે ઓડિયન્સે શોલમાં ધર્મેન્દ્ર સાથેના કિસ્સા વિશે વાત કરીએ તો બિગ બીએ કહ્યું હતું કે ધરમ પાજી એકદમ બિન્ધાસ્ત છે, તેઓ ખુલીને જીવે છે. રામગઢમાં શૂટિંગ સમયે જ્યારે પણ મોડું થઈ જતું હતું ત્યારે તેઓ કહેતાં કે તમે લોકો જાવ હું અહીંયા જ સૂઈ જાવ છું. એક વખત જ્યારે અમે હોટેલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ફેન્સે ગાડીને ઘેરી લીધી હતી અને ધર્મેન્દ્રજીના નામની બૂમો પાડતા હતા. પછી ધરમપાજી બહાર નીકળ્યા અને એક ઓટો રોકીને અમે એ ઓટોમાં બેસીને શોલેના સેટ પર પહોંચ્યા.

વાત કરીએ શોલે ફિલ્મની તો આ ફિલ્મને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એનું નિર્દેશન રમેશ સિપ્પીએ કર્યું હતું. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમા માલિકી અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળ્યા હતા. આજે પણ દર્શકોના માનસપટ પર શોલે ફિલ્મ એકદમ તરોતાજા છે.

આ પણ વાંચો…‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનનો પ્રારંભ: જોઈ લેજો અમિતાભ બચ્ચનનો નવો અંદાજ!

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button