મનોરંજન

Amitabh Bachchanએ કેમ કહ્યું કે હા, હું ગામથી આવું છું, નાનો માણસ છું, હાથ જોડી માંગી માફી…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ છે. બિગ બી સોશિયલ મીડિયા પર યુઝર્સ સાથે કોઈને કોઈ પોસ્ટ શેર કરતાં રહે છે. ઘણી વખત તો આ પોસ્ટને કારણે તેઓ ટ્રોલ્સના નિશાના પર પણ આવી જતાં હોય છે. હવે ફરી એક વખત બિગ બી પોતાની પોસ્ટને કારણે ચર્ચામાં આવી ગયા છે. એટલું જ નહીં આ પોસ્ટમાં યુઝર્સે તેમની ભૂલ પકડી પાડતાં તેમણે માફી માંગતા પોસ્ટ ડિલીટ પણ કરી નાખી હતી. ચાલો જોઈએ શું હતું પોસ્ટમાં…

ભૂલ કરવી એ માનવીય પ્રવૃત્તિ

વાત જાણે એમ છે કે બિગ બીએ સોશિયલ મીડિયા પર એક એઆઈ જનરેટેડ ફોટો શેર કર્યો હતો અને એક યુઝરે આ વીડિયોમાં ભૂલ દેખાડતાં જ બિગ બીએ એ ફોટો ડિલિટી કરી દીધો હતો. ત્યાર બાદ બિગ બીએ આ પોસ્ટ પર સ્પષ્ટતાં કરતાં લખ્યું હતું કે હા હું, ગામથી આવું છું અને ભૂલ કરવી એ એક માનવીય પ્રવૃત્તિનો હિસ્સો છે. બિગ બીએ આ સાથે એક હાથ જોડતો ફોટો પણ શેર કર્યો હતો. જેનો અર્થ એવો થાય છે કે બિગ બી પોતાની ભૂલ માટે માફી માંગી રહ્યા છે.

હા, હું ગામથી આવું છું, નાનો માણસ છું…

83 વર્ષીય અમિતાભ બચ્ચને ફોટો ડિલીટ કરતાં પોતાના બ્લોગ પર પોસ્ટ કર્યું હતું કે ઘણી વખત કંઈક ખોટું થાય છે તો કોઈ વખત સારું પણ થાય છે. સાચું છે સાચું તો ખોટું એ ખોટું છે. તો શું કરી લેશો ભાઈ, હું ગામથી આવું છું, નાનો માણસ છું. જેટલું થાય છે એટલું કરીએ છીએ ના થાય તો હાથ-પગ બંને જોડી દઈએ છીએ. અમિતાભ બચ્ચને માફી માંગવાના અંદાજમાં પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પણ શેર કર્યો હતો.

હવે ગઈકાલે બિગ બીએ મોડી રાતે એક ટ્વીટ પણ કર્યું હતું, જેની ચર્ચા થઈ રહી છે. બિગ બીએ લખ્યું હતું કે બોલ દિયા, કર દિયા. આ ટ્વીટ તેમણે એ જ સમયે કરી હતી જ્યારે તેમણે બ્લોગ પર પોતાની ભૂલ સુધારી હતી. બિગ બીની આ પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે.

જયાજી સાથે ડિવોર્સ, રેખાજી સાથે લગ્ન

એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બોલ દિયા, જયાજી સાથે ડિવોર્સ, કર દિયા-રેખાજી સાથે લગ્ન. બીજા એક યુઝરે લખ્યું હતું કે કોને આજે આઈ લવ યુ કહી દીધું? કોને ઘરની બહાર કાઢી મૂક્યા? ત્રીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે પિતા કરતાં હતા શાયરી અને દીકરો કરે છે આવારગી. ચોથા એક યુઝરે તો બિગ બીને તેમની ઉંમરનું ભાન કરાવતાં લખ્યું હતું કે જરા ઉંમરનો તો ખ્યાલ રાખો, બચ્ચનજી…

ફિલ્મ રામાયણથી કલ્કી 2898 એડીની સિક્વલ છે બિગ બી પાસે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મે વૈટ્ટેયનમાં જોવા મળ્યા હતા, આ ફિલ્મમાં તેમની સાથે રજનીકાંત જોવા મળ્યા હતા. હાલમાં બિગ બી લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. જોકે, આ સિવાય બિગ બી પાસે હાલ કોઈ મોટો પ્રોજેક્ટ નથી. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં જોવા મળશે, અને આ સિવાય તેઓ કલ્કી 2898 એડી ફિલ્મની સિક્વલમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો…Amitabh Bachchanની આ ફિલ્મ પરિવાર સાથે બેસીને જોઈ નહીં શકો, 46 વર્ષ નાની એક્ટ્રેસ સાથે આપ્યા એવા સીન કે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button