આ કારણે સાત દિવસ સુધી મોઢું નહોતું ધોયું અમિતાભ બચ્ચને, કારણ જાણીને ચોંકી ઉઠશો…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની ડિસિપ્લિન અને ડેડીકેશન માટે જાણીતા છે. ખુદ અનુપમ ખેરે પણ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કઈ રીતે જ્યારે તેમના પર સ્ટારડમનું ભૂત ચઢવા લાગ્યું હતું ત્યારે અમિતાભ બચ્ચન સાથે થયેલાં એક કિસ્સાએ તેમને પ્રોફેશનલાઝિમ કેવું હોય એનો અહેસાસ કરાવ્યો હતો.
બિગ બી પોતાના કરિયરની શરૂઆતથી જ આવા છે. આ જ કારણ છે કે તેમણે તેમની પહેલી ફિલ્મમાં જ મેકઅપ આર્ટિસ્ટે કહી દીધું હતું કે તેઓ ખૂબ જ સફળ થશે અને થયું પણ આવું જ. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને જ્યારે પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારે તમામ લોકોને લાગતું હતું કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પરફેક્ટ નથી. શરૂઆતથી જ તેમને તેમના અવાજ અને હાઈટને કારણે મહેણાં મારવામાં આવતા હતા. પરંતુ આજે આ બંને બાબતો જ બિગ બીની ઓળખ બની ગયા છે.
આપણ વાચો: અમિતાભ બચ્ચને દિવાળીમાં સ્ટાફને આપ્યું આટલું બોનસ અને ખાસ ગિફ્ટ, વીડિયો વાયરલ…
પરંતુ શું તમને ખબર છે કે એક વખત ફિલ્મના બજેટને મેઈન્ટેન કરવા માટે બિગ બીએ સાત દિવસ સુધી પોતાનો ચહેરો નહોતો ધોયો.

અહીં વાત થઈ રહી છે ફિલ્મ સાત હિંદુસ્તાનીની. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ આ ફિલ્મનો જ કિસ્સો સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ખુદ બિગ બીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. બિગ બીએ જણાવ્યું હતું કે તેણે આ ફિલ્મનું બજેટ ઓછું હતું એટલે તેને મેઈન્ટેન કરવા માટે સાત દિવસ સુધી મોઢું નહોતું ધોવાયું.
આપણ વાચો: અમિતાભ બચ્ચનનું આ સુપરહિટ ગીત જોઈને અધવચ્ચેથી જ જતાં રહ્યા જયા બચ્ચન, અને પછી…
આ ફિલ્મ ગોવામાં શૂટ થઈ હતી. ફિલ્મનું બજેટ ખૂબ જ ઓછું હતું અને કોઈ કારણસર મેકઅપ આર્ટિસ્ટને મુંબઈ જવું પડ્યું હતું. તેમણે મને કહ્યું કે હું જ્યાં સુધી પાછો ના આવું મોઢું ના ધોતા.
બિગ બીએ મેકઅપ આર્ટિસ્ટની વાતનું પાલન કર્યું. સાત દિવસ બાદ જ્યારે મેકઅપ આર્ટિસ્ટ પાછા આવ્યા ત્યારે તેમણે બિગ બીનો ચહેરો જોયો તો એ એવોને એવો જ હતો. તેઓ સાત દિવસ સુધી આ મેકઅપ સાથે જ રહ્યા.
મેકઅપ આર્ટિસ્ટે ખુદ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે સર તમે કરિયરમાં ખૂબ જ આગળ જશો. આવું જ થયું પણ. બિગ બી પોતાના કરિયરમાં ખૂબ જ આગળ નીકળી ગયા. આજે ઈન્ડસ્ટ્રીમાં તેમની ગણતરી મેગાસ્ટાર, સુપરસ્ટાર તરીકે કરવામાં આવે છે.
બિગ બીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને આ સાથે જ તેઓ ફિલ્મ કલ્કી એડી 2898ની સિક્વલમાં જોવા મળશે. છેલ્લે તેઓ રજનીકાંત સાથે ફિલ્મ વેટ્ટેયનમાં જોવા મળ્યા હતા.



