
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય સુપર એક્ટિવ છે પછી પર્સનલ લાઈફની વાત હોય કે પ્રોફેશનલ લાઈફની વાત હોય. બિગ બીની એનર્જી આજના નવજુવાનિયાઓ માટે એક મિસાલ સમાન છે. પરંતુ આજે અમે અહીં તમને બિગ બીના જીવનનું એક એવું સિક્રેટ જણાવવા જઈ રહ્યા છીએ જે બિગ બીના ડાયહાર્ડ ફેન હશે એમને ય ખ્યાલ નહીં હોય. આ સિક્રેટ બાદ જ બિગ બીનો પુર્નજન્મ થયો હતો. ખુદ બિગ બીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. ચાલો જોઈએ શું છે આ ઘટના કે જેને કારણે બિગ બીનો પુર્નજન્મ થયો?
આ ઘટના બની હતી ફિલ્મ કૂલીના સેટ પર. આ ફિલ્મના એક એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચનના કો-સ્ટાર પુનિત ઈસ્સરે બિગ બીને એટલો જોરમાં મુક્કો માર્યો હતો કે જેને કારણે બિગ બીને ટેબલનો ખૂણો પેટમાં ઘૂસી ગયો અને તેમના આંતરડા પર ઈજા પહોંચી હતી. આ ઈજા ખૂબ જ ગંભીર હતી. શરૂઆતમાં જો બિગ બી અને તમામ લોકોને આ ઈજા મામૂલી લાગી પણ ત્રીજા દિવસે જ્યારે દુઃખાવો અસહ્ય થઈ ગયો ત્યારે બિગ બીએ એક્સ-રે કઢાવ્યો. બિગ બીએ જ્યારે એક્સ-રે કઢાવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તેમના ડાયફ્રામની નીચેથી ગેસ લીક થઈ રહી હતી. આ ખૂબ જ જોખમી સ્થિતિ હતી, કારણ કે એમના આંતરડા ફાટી ગયા હતા અને ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું હતું.
આ પણ વાંચો: અનેક વૈભવી બંગલાઓના માલિક છે મહાનાયક અમિતાભ બચ્ચન, મિલકત વિશે જાણીને ચોંકી જશો…
ચોથા દિવસે જ્યારે અમિતાભ બચ્ચનને પારાવાર દુઃખાવો થયો ત્યારે તેમને મુંબઈના જાણીતા સર્જને તાત્કાલિક ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. એ સમયે બિગ બીને 102 ડિગ્રી તાવ, હાર્ટબીટ પણ 72થી વધીને 180 સુધી પહોંચી ગઈ. ઓપરેશન દરમિયાન ડોક્ટરોને ખ્યાલ આવ્યું કે આંતરડાને તો ખૂબ જ નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ લાંબો સમય જીવી ના શકે, પણ બિગ બી ચાર દિવસ સુધી આ દર્દમાં રહ્યા. ઓપરેશન બાદ તેમની હાલત બગડી ગઈ અને તે કોમામાં જતા રહ્યા. આખો દેશ તેમની સલામતી માટે દુઆ કરી રહ્યો હતો.
બિગ બીની હાલત એટલી ખરાબ હતી કે તેમની બચવાની કોઈ આશા જ નહોતી, પણ ડોક્ટરોએ છેલ્લે સુધી હિંમત નહીં હારી. છેલ્લી કોશિશ તરીકે ડોક્ટરોએ તેમને 40 એમ્પ્યુલ્સ કોર્ટિસોન અને એડ્રેનાલાઈનના ઈન્જેક્શન આપ્યા અને ચમત્કાર થયો અને બિગ બીના શ્વાસ પાછા આવ્યા.
આ પણ વાંચો: કોણે કહ્યું હતું જયાજી સાથે લગ્ન કરવા માટે, જાણો કોણે પૂછ્યો અમિતાભ બચ્ચનને આવો સવાલ?
બિગ બીએ ખુદ આ ઘટનાનો ઉલ્લેખ પોતાનો પોસ્ટમાં કર્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે હું થોડીક ક્ષણો માટે મેડિકલી મરી ગયો હતો, પરંતુ ડોક્ટરોની હિંમત અને મહેનતે મને બીજો જન્મ આપ્યો અને આજે હું તમારી સામે ઉભો છું.
83 વર્ષીય અમિતાભ બચ્ચન એ સમયે બે મહિના હોસ્પિટલમાં રહ્યા અને તેમના પર અનેક સર્જરી કરવામાં આવી. ધીરે ધીરે બિગ બીએ રિકવર કર્યું અને આ ઘટનાએ તેમના કરિયર જ નહીં પણ જિંદગીને પણ બદલી નાખી હતી.