અમિતાભ બચ્ચન પાસેની આ વસ્તુઓ છે ખૂબ જ મૂલ્યવાન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો આજે જન્મ દિવસ છે અને 82 વર્ષે પણ બિગ બી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ડિમાંડિંગ એક્ટર્સમાંથી એક છે. આજે એમના જન્મદિવસે અમે તમને એમના વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને તમે ચોંકી ઉઠશો-
બિગ બી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કરોડપતિ એક્ટર્સમાંથી એક છે, પરંતુ તેમની પાસે કેટલીક એવી વસ્તુઓનું કલેક્શન છે કે જેની કિંમત બજારમાં એટલી છે કે જે સાંભળીને તમે એને મૂલ્યવાન કહેવા લાગશો, આવો જોઈએ શું છે આ ખાસ વસ્તુઓ-
સૌથી પહેલાં તો બિગ બીની મૂલ્યવાન વસ્તુઓમાં આવે છે મર્સિડિઝ કાર. મર્સિડિઝ કારની ડિઝાઈન અને તેમાં ઉપયોગમાં લેવાયેલી ટેક્નોલોજી બાકીની મર્સિડિઝ ગાડી કરતાં અલગ છે. લક્ઝરી અને કમ્ફર્ટની વાત કરીએ તો રોલ્સ રોયઝનું નામ સૌથી પહેલાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બિગ બી પાસે રોલ્સ રોયઝ ફેન્ટમ કાર છે અને આ એમની સૌથી મનગમતી કારમાંથી એક છે. ગાડીઓની વાત થઈ રહી છે તો બિગ બીની કેટલીક વિન્ટેજ કાર વિશે પણ વાત કરી જ લઈએ. બિગ બી પાસે મર્સિડિઝ બેન્ઝ 600, પોર્શે કાર અને શેવરલે ઈમ્પાલા જેવી વિન્ટેજ કારનું કલેક્શન પણ છે.
બિગ બી પાસે માત્ર કાર જ નહીં પણ કેટલીક પ્રોપર્ટી પણ એવી છે કે જેની કિંમત અબજોમાં છે. આ જ વર્ષે તેમણે અયોધ્યા ખાતે એક પ્લોટ ખરીદ્યો છે. આ સિવાય બિગ બી હાલમાં જલસા બંગલામાં રહે છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના આ ઘરને સૌથી સુંદર ઘર માનવામાં આવે છે. આ ઘરમાં ખૂબ જ સુંદર અને ખાસ આર્કિટેક્ચર કરવામાં આવ્યું છે.
પ્રોપર્ટી અને કાર સિવાય બિગ બીને મોંઘી મોંઘી ઘડિયાળનો પણ ખૂબ જ શોખ છે અને તેમની પાસે રોલેક્સ, પટેક ફિલિપથી લઈને એકથી ચઢિયાતી એક બ્રાન્ડેડ વોચનું શાનદાર કલેક્શન છે. આ સિવાય બિગ બી પાસે કેટલાક બેસ્ટ ઈન્ડિયન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલી પેઈન્ટિંગ કે આર્ટવર્કનું પણ કલેક્શન છે. બિગ બીની આ તમામ મૂલ્યવાન વસ્તુઓની કિંમત વિશે વાત કરીએ તો તે કરોડોમાં નહીં પણ અબજોમાં છે.