હેં, Amitabh Bachchanના કેમિયોવાળી 8 કરોડમાં બનેલી ફિલ્મે કર્યું 104 Croreનું Collection?

ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોક્સ ઓફિસ કલેક્શન (Film Industry And Box Office Collection)ને લઈને થોડાક વર્ષો પહેલાં એવી માન્યતા બની ગઈ હતી કે અહીં માત્ર મિર્ચ-મસાલાવાળી ફિલ્મો જ ચાલે છે. આ સિવાય અહીં એવી ફિલ્મો ચાલે છે કે જેમાં મોટા મોટા સ્ટાર્સ, મોટું બજેટ અને મોંઘું લોકેશન્સ હોય… પરંતુ ફિલ્મ વિક્કી ડોનર (Vicky Donor) અને ભેજા ફ્રાય (Bheja Fry) જેવી ફિલ્મો આવી કે જેમણે આ માન્યતાને તોડી પાડી હતી. લો બજેટમાં બનેલી આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.
આવી જ એક લો બજેટ ફિલ્મ 2012માં રીલિઝ થઈ અને આ મિસ્ટ્રી થ્રિલરમાં બોલીવૂડની જ જાણીતી એક્ટ્રેસે લીડ રોલ કર્યો હતો તો બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Mega Star Amitabh Bachchan)એ કેમિયો રોલ કર્યો હતો. શું તમને ખ્યાલ આવ્યો કે અમે અહીં કઈ ફિલ્મની વાત કરીએ રહ્યા છીએ? નહીં? ચાલો તમને વધુ એક હિન્ટ આપીએ કે આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ હતો અને તેની સ્ટોરી કોલકત્તાની આસપાસ ફરે છે…
જો તમે હજી સુધી નથી ઓળખી શક્યા કે આ ફિલ્મ કઈ છે તો અમે અહીં વાત કરી રહ્યા છીએ 2012માં આવેલી ફિલ્મ કહાની (Film Kahani). આ ફિલ્મમાં વિદ્યા બાલન (Bollywood Actress Vidhya Balan)એ લીડ રોલ કર્યો હતો. 8 કરોડના ખર્ચે બનેલી આ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મે બોક્સ ઓફિસ પર 104 કરોડ રૂપિયાની કમાણી કરીને ફિલ્મ ક્રિટિક્સને પણ ચોંકાવી દીધા હતા.
આ પણ વાંચો : ‘પ્રિય અમિતાભ બચ્ચન…’, રેલ્વે પ્રધાને જવાબ ન આપતાં કેરળ કોંગ્રેસે……
આ ફિલ્મમાં વિદ્યા બાલન એક એવી મહિલાના રોલમાં જોવા મળી હતી જે પ્રેગ્નન્ટ હોવાની એક્ટિંગ કરી રહી હતી અને આ મહિલા પોતાના પતિને શોધી રહી હોય છે. 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મને સમીક્ષકો પણ ખૂબ જ વખાણી હતી. ફિલ્મમાં એક પછી એક જોરદાર ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે. મિસ્ટ્રી અને થ્રિલ્સથી ભરપૂર આ ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.
ફિલ્મ કહાનીની સક્સેસને જોતા મેકર્સે ચાર વર્ષ બાદ એનું સિક્વલ રિલીઝ કરી હતી અને એનું નામ રાખ્યું હતું કહાની-2. કહાની-ટુને 25 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી હતી અને દુનિયાભરમાં આ ફિલ્મે 55.90 કરોડની કમાણી કરી હતી.
વાત કરીએ કહાનીની તો એક્ટ્રેસ વિદ્યા બાલન (Actress Vidhya Balan) સિવાય આ ફિલ્મમાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Actor Nawazuddin Siddique) પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યો હતો અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ફિલ્મમાં કેમિયો કરીને એકલા ચલો રે ગીતથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી.