Viral Video: Aradhya Bachchanનું પર્ફોર્મન્સ જોઈને દાદા Amitabh Bachchanએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) દીકરી આરાધ્યાના સ્કુલ એન્યુઅલ ડેના ફંક્શનમાં એક સાથે જોવા મળતાં ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા. આ સમયે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ તેમની સાથે સ્પોટ થયા હતા. દરમિયાન પૌત્રી આરાધ્યાના પર્ફોર્મન્સને જોઈને બિગ બીએ આપેલું રિએક્શન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ શું કર્યું બિગ બીએ-
વાત કરીએ આરાધ્યા બચ્ચનના પર્ફોર્મન્સની તો બચ્ચન પરિવારે આરાધ્યાના એક્ટને ખૂબ જ પસંદ કર્યું છે. આ સમયે આરાધ્યા સાથે અબરામ બંને ક્રિસમસ થીમ પર આધારિત પર્ફોર્મન્સનો હિસ્સો રહ્યા હતા. બંને સ્ટારકિડે પોતાની દમદાર એક્ટિંગથી લોકોનું દિલ જિતી લીધું હતું. આરાધ્યા રેડ એન્ડ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી જ્યારે અબરામ વાઈટ સ્વેટર અને રેડ મફલરમાં જોવા મળ્યો હતો.
ઐશ્વર્યા અને અભિષેક બંને પ્રાઉડ પેરેન્ટ્સની જેમ દીકરી આરાધ્યાને એક ટક જોઈ રહ્યા હતા અને તેના પર્ફોર્મન્સને કેમેરામાં કેદ કર્યો હતો. આરાધ્યાનો બદલાયેલો લૂક પણ ફેન્સ ખૂબ જ પસંદગ કરી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્યાની સાથે દાદા અમિતાભ બચ્ચન પણ પર્ફોર્મન્સ દરમિયાન એકદમ રાજીના રેડ થઈને તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : Good News: આખરે Bachchan Family સાથે દેખાઈ Aishwarya Rai-Bachchan અને…
મિસેઝ ક્રિંગેલ બનેલી આરાધ્યાની ડાયલોગ ડિલીવરી, ઈંગ્લિશ એક્સેન્ટ અને એક્સપ્રેશનના નેટિઝન્સ વખાણ કરી રહ્યા છે. આરાધ્યાનો બદલાયેલો લૂક પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એક્ટ પૂરું થયા બાદ જ્યારે આરાધ્યા મમ્મી ઐશ્વર્યા સાથે કારમાં ઘરે જતી જોવા મળી ત્યારે ઐશ્વર્યા પણ પોતાની લાડકવાયીને ખૂબ વ્હાલ કરતી જોવા મળી હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
દીકરી આરાધ્યાના એન્યુઅલ ડેના ફંક્શનમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચને પણ દિવાનગી દિવાનગી સોન્ગ પર પર્ફોર્મ કર્યું હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ માટે તો બંનેને સાથે જોવા એ એક ટ્રીટ સમાન હતું. આ સમયે આ વીડિયોમાં શાહરુખ ખાન, સુહાના ખાન પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવારમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે આખો બચ્ચન પરિવાર સાથે જોવા મળતાં ફેન્સમાં ખુશીની લહેર ફરી વળી હતી.