કયા દર્દમાં છે Amitabh Bachchan? પૂછ્યો સવાલ જવાબ માટે જાગતા રહ્યા રાતભર…

બચ્ચન પરિવાર (Bachchan Family) હાલમાં પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સના અહેવાલો વચ્ચે દરરોજ કોઈને કોઈ નવી વાત સાંભળવા મળી રહી છે. જોકે, હજી સુધી કપલે આ અંગે કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું, પરંતુ આ બધા વચ્ચે હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાની એક પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. આ પોસ્ટમાં બિગ બીએ પોતાનું દર્દ બયાં કર્યું છે, એટલું જ નહીં એક સવાલનો જવાબ મેળવવા માટે બિગ બી આખી રાત જાગતાં રહ્યા હતા. ચાલો જાણીએ શું છે આખી ઘટના…
આ કિસ્સો છે બિગ બી અને તેમના પિતાજી હરિવંશરાય બચ્ચન સંબંધિત. બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના પિતા હરિવંશરાય બચ્ચન (Harivanshrai Bachchan)ની કવિકાઓ વાંચતા રહે છે અને બ્લોગ પર પણ પિતા સાથેના સંસ્મરણો વાગોળતા રહે છે. આવો જ એક કિસ્સો તેમણે શેર કર્યો હતો.
આ પણ વાંચો… PM Modi Ukraine Visit: ઝેલેન્સકીના ખભા પર હાથ મૂકીને વાત કરતા જોવા મળ્યા પીએમ મોદી
પોતાની પોસ્ટમાં બિગ બીએ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચને પોતાના બોર્ડિંગ સ્કુલમાં મળેલી નવી નવી આઝાદી અને કોલેજની મુશ્કેલભરી દુનિયાનો પરિચય કરાવ્યો હતો. જોકે, આ જ દરમિયાન તેમણે પોતાના પિતાને ગુસ્સામાં એવો સવાલ પૂછી લીધો હતો કે ત્યાર બાદ તેઓ આખી રાત ઊંઘી શક્યા નહોતા. એટલું જ નહીં પણ પિતા સાથે આ રીતે વાત કરવા માટેનો પસ્તાવો પણ છે. પરંતુ આજ સુધી બિગ બીને તેમના સવાલનો જવાબ નથી મળ્યો.
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બિગ બી દુનિયાદારીથી એકદમ મૂંઝાઈ ગયા હતા અને તેમણે પિતાની સ્ટડીમાં જઈને પૂછ્યું હતું કે તમે મને જન્મ જ કેમ આપ્યો? શા માટે મને આ દુનિયામાં લઈ આવ્યા? પોતાની પોસ્ટમાં બિગ બીએ લખ્યું હતું કે એ રાત મારા માટે ખૂબ જ અસહજ હતી અને મેં મારા પિતાજીને એકદમ ગુસ્સામાં આવીને આ સવાલ પૂછ્યો હતો. પરંતુ બીજા દિવસે મારા પિતાએ મારા હાથમાં એક કાગળની ચબરખી પકડાવી દીધી. આ કવિતામાં બિગ બીના સવાલનો જવાબ હતો કવિતારૂપે. નઈ લીક નામની આ કવિતામાં હરિવંશરાય બચ્ચને દીકરા અમિતાભના સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
બિગ બી 81 વર્ષેય સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તેઓ ડે ટુ ડે લાઈફના અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતાં રહે છે. હાલમાં જ બિગ બી પોતાના ફેમસ ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિને લઈને લાઈમલાઈટમાં છે