Amitabh Bachchanને સતાવી Aishwarya Rai-Bachchanની ચિંતા, કહ્યું કે તું… | મુંબઈ સમાચાર

Amitabh Bachchanને સતાવી Aishwarya Rai-Bachchanની ચિંતા, કહ્યું કે તું…

વિશ્વસુંદરી, બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે સૌથી વધારે ચર્ચામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને બચ્ચન પરિવાર સાથેના તેના મતભેદોને કારણે. હેડિંગ વાંચીને તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈ આખરે કોને આટલા સમય બાદ ઐશ્વર્યાની ચિંતા સતાવી રહી છે હેં ને? ચાલો તમને આખો કિસ્સો જણાવીએ…

આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ઐશ્વર્યા રાય-બચ્ચનના સસરા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છે. આમ તો અમિતાભ બચ્ચન અભિષેક અને ઐશ્વર્યા વિશે ખાસ કંઈ બોલતા નથી, પરંતુ એક સમય હતો કે જ્યારે તેમણે બંને વિશે ઘણી વાતો કરી હતી અને એ સમયે તેમણે ઐશ્વર્યાને એવી વાતો કહી હતી કે જે સાંભળીને કોઈપણ ભાવુક થઈ જાય.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નની જેમ જ તેમના પ્રપોઝલ પછીની સ્ટોરી પણ ઈન્ટ્રેસ્ટિંગ છે. અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું અને આ વાત તેણે જઈને અમિતાભ બચ્ચનને જણાવી. આ સાંભળીને સિનિયર બચ્ચન તરત જ ઐશ પાસે પહોંચી ગયા હતા અને તેમણે ઐશ્વર્યાને પૂછ્યું હતું રે ઐશ્વર્યા તું ખુશ તો છે ને? હું અભિષેક અને ઐશ્વર્યાને ઘરે લઈ આવ્યો અને મેં એને કહ્યું કે આ પણ તારું ઘર છે. અમારે શું લેવા-દેવા છે આ બધી વાતોથી.

આ પણ વાંચો : અભિષેક-ઐશ્વર્યાના લગ્નનો સખત વિરોધ હતો આ વ્યક્તિને, નામ સાંભળીને ચોંકી જશો

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભે ઐશ્વર્યાને હંમેશા એક દીકરીની જેમ જ ટ્રીટ કરી છે અને ઐશ્વર્યા પણ અમિતાભને પિતા જેવું સમ્માન જ આપે છે. 2007માં અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન ધામધૂમથી થયા અને ત્યારથી બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ હવે છેલ્લાં કેટલાક સમયથી આ હસતા રમતાં પરિવારમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

વાત કરીએ બિગ બી વર્ક ફ્રન્ટની તો હાલમાં તેઓ કેબીસીની 16મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે અને આ શોમાં તેઓ અનેક વખત પર્સનલ લાઈફમાં મજેદાર કિસ્સા શેર કરતાં હોય છે. જ્યારે ઐશ્વર્યા હાલમાં પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કરવામાં વ્યસ્ત છે

સંબંધિત લેખો

Back to top button