અમદાવાદ પ્લેન ક્રેશ પર પોસ્ટ કરીને ફસાયા Amitabh Bachchan, યુઝર્સે કહ્યું કે… | મુંબઈ સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ પર પોસ્ટ કરીને ફસાયા Amitabh Bachchan, યુઝર્સે કહ્યું કે…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ઘટનાના 24 કલાક બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુર્ઘટનાનો ભોગ બનનારા લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે.

બિગ બીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં બિગ બી છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયાને કારણે જ ટ્રોલ્સના નિશાના પર આવી રહ્યા છે. બિગ બીની આ પોસ્ટ પર નેટિઝન્સ ભડક્યા છે, ચાલો જોઈએ આખરે બિગ બીએ પોસ્ટમાં શું કહ્યું છે-

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ, અક્ષય કુમારથી લઈને સની દેઓલે શું કહ્યું, જાણો

અમિતાભ બચ્ચને દુર્ઘટનાના 24 કલાક બાદ એટલે આજે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ઘટનાને કારણે તેઓ સુન્ન થઈ ગયા છે. બિગ બીની પોસ્ટ પરથી ખ્યાલ આવે છે કે આ દુર્ઘટનાને કારણે તેમને આઘાત લાગ્યો છે.

બિગ બીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હે ભગવાન, ભગવાન સ્તબ્ધ, સુન્ન ઈશ્વર કૃપા, હૃદયથી પ્રાર્થનાઓ… આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. જોકે, આ પોસ્ટ પર હવે નેટિઝન્સના જાત જાતના રિએક્શન આવી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જે ઘટના પર આખો દેશ ગઈ કાલથી વાત કરી રહ્યો છે એના પર પોસ્ટ કરવા માટે મેગા સ્ટારને 24 કલાક લાગ્યા?

આપણ વાંચો: Plane Crash: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી, સોનિયા ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યં

એક યુઝરે બિગ બીની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે હે ભગવાન, 23 કલાક બાદ જ્યારે આખો દેશ રડી રડીને થાકી ગયો, જ્યાં જુઓ ત્યાં બસ કાટમાળ, આગની જ્વાળાઓ અને મૃતદેહો છિન્ન-ભિન્ન અવસ્થામાં પડ્યા હતા, ત્યારે મહાનાયકની ઉંઘ ઊડી, સ્તબ્ધ સુન્ન હ્રદયથી પ્રાર્થનાઓ ખાલી આટલું બોલીને ફરી ચૂપ… બીજા એક યુઝરે લખ્યું હતું કે ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા કે બેહોશ થઈ ગયા હતા? હમણાં હોંશમાં આવ્યા એટલે આજે ટ્વીટ કરી રહ્યા છે..

અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીએ ઓપરેશન સિંદૂર સમયે પણ બિગ બીએ દિવસો સુધી ઘટના બાબતે કોઈ ટ્વીટ કે પોસ્ટ નહોતું કર્યું અને ખાલી બ્લોગના નંબર પોસ્ટ કર્યા હતા. એ સમયે પણ તેઓ ટ્રોલ્સના નિશાના પર આવી ગયા હતા. હવે ફરી એક વખત અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટના સમયે બિગ બીએ મોડી પોસ્ટ કરીને ફેન્સની નારાજગી વહોરી લીધી હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button