આ એક વાત શીખવા માટે મહાનાયક Amitabh Bachchan લાગ્યા 80 વર્ષ, પોસ્ટ કરીને આપી માહિતી… | મુંબઈ સમાચાર
મનોરંજન

આ એક વાત શીખવા માટે મહાનાયક Amitabh Bachchan લાગ્યા 80 વર્ષ, પોસ્ટ કરીને આપી માહિતી…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ગઈકાલે એટલે કે 11મી ઓક્ટોબરના રોજ પોતાનો 83મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો. 83 વર્ષીય મેગાસ્ટાર પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેઓ પોતાના ફેન્સ સાથે ડે ટુ ડે લાઈફની અપડેટ્સ શેર કરતાં રહે છે. હવે પોતાના બર્થડે પહેલાં જ બિગ બીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં બિગ બી કોઈ એક વસ્તુ શિખવામાં તેમને 80 વર્ષનો સમય લાગી ગયો છે. ચાલો જોઈએ કઈ છે આ વાત અને યુઝર્સ તેના પર શું કમેન્ટ કરી રહ્યા છે-

સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની પોસ્ટ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ બિગ બીએ 10મી ઓક્ટોબરના રાતે 2.28 વાગ્યે શેર કરી છે. આ પોસ્ટમાં બિગ બીએ જણાવ્યું હતું કે બે વર્ષ લાગ્યા બોલવાનું શીખવા માટે અને 80 વર્ષ લાગ્યા ચૂપ રહેવાનું શીખવામાં… બિગ બીની આ પોસ્ટ યુઝર્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે બિગ બીની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે 11 વર્ષથી ચૂપ જ છો. શિખ્યા નથી, ડરી ગયા છો. બીજા એક યુઝરે લખ્યું છે કે તમારું આ ટ્વીટ જોઈને એવું લાગે છે કે ફિલ્મ બાગબાનમાં તમારા સંતાનો જ બરાબર હતા. અત્યાર સુધીમાં આ પોસ્ટને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને લાઈક કરી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીએ 11મી ઓક્ટોબરના પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર બપોરે 2.50 વાગ્યે પિતા હરિવંશરાયજી કેટલીક પંક્તિઓ શેર કરી હતી જે કંઈક આ પ્રકારે હતી કે દિન જલ્દી જલ્દી ઢલતા હૈ, મેં સીખ રહા હૂં સીખા જ્ઞાન ભૂલના… બિગ બીની આ પોસ્ટ પર ફેન્સ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે અને દીર્ઘાયુની પ્રાર્થના કરી છે. જોકે, એ પહેલાં બિગ બીએ એક બીજી પોસ્ટ કરી હતી કે ઉપર દેખા, ઈધર દેખા, ઉધર દેખા-પૂરા બ્રહ્માંડ હિલ ગયા…

બિગ બીની તમામ સોશિયલ મીડિયા પર ફેન્સની નજર હોય છે અને ફેન્સ તેના પર કમેન્ટ કરીને અતરંગી પ્રતિક્રિયાઓ આપતા રહે છે. આ તમામ પોસ્ટ પર બિગ બીના ફેન્સની અજીબોગરીબ પ્રતિક્રિયા આપી હતી. કેટલાક ફેન્સ પણ એવી કમેન્ટ કરી રહ્યા છે કે બિગ બીની તમામ પોસ્ટ ખૂબ જ વિચિત્ર હોય છે અને તેનો કોઈ અર્થ નથી હોતો.

આ પણ વાંચો…રાતે અઢી વાગ્યે એવું તે શું થયું કે અમિતાભ બચ્ચને કહ્યું ઐસા લગા પૂરા બ્રહ્માંડ હિલ ગયા…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button