બિગ બી સામે મહિલા ગાવા લાગી પછી કંઈક એવું કર્યું કે…
મુંબઈઃ બિગ બી એકલા જ નહીં, પરંતુ બચ્ચન પરિવાર અત્યારે ચર્ચામાં છે. અમિતાભ બચ્ચનના પરિવારમાં અમિતાભની સાથે સાથે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના સંબંધોને લઈ પરિવાર લાઈમલાઈટમાં છે. બિગ બી તો કૌન બનેગા કરોડપતિ સાથે તેમના બ્લોગને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં તેમના એક ફેનને લઈ ચર્ચામાં આવ્યા છે. એવું પણ જોવા મળે છે કે અમિતાભ બચ્ચનના હજારો ચાહકો તેમની ઝલક જોવા માટે બંગલાની બહાર પણ રાહ જોતા હોય છે, ક્યારેક બિગ બી પણ તેમને મળી લે છે, પરંતુ તાજેતરના વાઈરલ વીડિયોમાં કંઈક એવું બન્યું કે બિગ બી પણ દંગ રહી ગયા હતા. જોઈએ શું છે વાઈરલ વીડિયોમાં. આ વીડિયો વાઈરલ થાય પછી ડિલીટ પણ કરવામાં આવ્યો હતો. જાણીએ શું છે કિસ્સો.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કોણે બનાવ્યા? ‘શહેનશાહ’ના ટોપ ટેન સિક્રેટ્સ જાણો…
વાઈરલ વીડિયોમાં બિગ બીના ઘરની સામે એક મહિલા ચાહકનો અંદાજ જ કંઈ હટકે જોવા મળ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પરની એક કન્ટેન્ટ ક્રિયેટર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં બિગ માટે ગાતી અને ડાન્સ કરતી જોવા મળી હતી, જ્યારે આ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ પણ તેના પર મનભરીને પ્રતિક્રિયાઓ આપી હતી.
આ મહિલા કોણ છે તો જાણીતી કન્ટેન્ટ ક્રિયેટર છે અને નામ છે હરલીન સિડાના, જે ડાન્સ માસ્ટર હોવાનું કહેવાય છે.
વીડિયોમાં શિમરી પાઈઝામા અને પીળા રંગનો ટોપ પહેરેલો છે અને ગીત ગાય છે યે જો તેરી પાયલો કી છન છન હૈ. ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે અને ગીત ગાતા ડાન્સ પણ કરે છે. અમિતાભ બચ્ચન પોતાના બંગલામાં ઊભા રહ્યા છે અને મંદ મંદ હસતા પણ જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા પછી પોસ્ટને રિમૂવ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : જ્યારે અમિતાભ બચ્ચન શીખ્યા આજકાલના યુવાનિયાઓના નવા શબ્દો બેંચિંગ, બ્રેડ ક્રમ્બિંગ, ઘોસ્ટિંગ…
અહીં એ જણાવવાનું કે અમિતાભ બચ્ચનને તાજેતરમાં 82 વર્ષ થયા છે, જ્યારે હંમેશના માફક કામ કરીને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કૌન બનેગા કરોડપિતની 16મી સિરીઝને મેજબાની કરી રહ્યા છે, જે આ વર્ષના અંતમાં પૂરી થવાની અપેક્ષા રાખવામાં આવે છે. બિગ બે આ વર્ષે બે ફિલ્મોમાં જોવા મળશે, જેમાં કલ્કિ 2898 ઈડી અને રજનીકાંત સ્ટારર વેટ્ટેયનમાં જોવા મળશે.