હું સલમાન ખાનના લગ્ન થતાં નહીં જોઈ શકું… જાણો કોઈ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan)ની ગણતરી દેશના મોસ્ટ એલિજેબલ બેચલર તરીકે કરવામાં આવી છે. કરોડો યુવતીઓના દિલની ધડકન સલમાન ખાનના લગ્નને લઈને બી-ટાઉનની એક એક્ટ્રેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને સલમાન ખાનના લગ્નને લઈને તેણે શું કહ્યું છે-

અમે અહીં જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ એ છે અમિષા પટેલ. 49 વર્ષીય એક્ટ્રેસ હજી પણ સિંગલ છે, પણ તેના અનેક અફેયર્સ રહી ચૂક્યા છે. એવું પણ કહેવાય છે કે અમિતા વિક્રમ ભટ્ટ સાથે આઠ વર્ષ રિલેશનશિપમાં રહી હતી. અમિષાએ લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો છે અને તેણે આ પાછળના કારણનો ખુલાસો પણ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
અમિષા પટેલે જણાવ્યું જણાવ્યું હતું કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક સંબંધોને ખૂબ જ નજીકથી જોયા છે. મેં એક સંજય દત્ત જેવો એક સામંજસ્યપૂર્ણ સંબંધ જોયો છે અને પછી ત્યાર બાદ રીતિક કે જેના ડિવોર્સ થઈ ગયા છે એવો સંબંધ પણ જોયો છે. ડિવોર્સ બાદ પણ રીતિક અને સુઝેન જે રીતે પોતાના બાળકોને મોટા કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ કાબિલે તારીફ છે. આજે બંને જણ ખૂબ જ સારા મિત્રો છે.
અમિષાએ સલમાન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ઈમાનદારીથી કહું તો હું સલમાન ખાનને લગ્ન કરતો નથી જોવા માંગતી. જેઓ જેવા છે એવા જ સારા લાગે છે. જોકે, આ પહેલી વખત નથી કે અમિષાએ સલમાન ખાનના લગ્નને લઈને વાત કરી ચૂકી છે. આ પહેલાં તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફેન્સની ઈચ્છા છે કે સલમાન ખાને લગ્ન કરી લેવા જોઈએ. અમિષાને ફેન્સે કહ્યું હતું કે તું પણ એલિજેબલ છે અને સલમાન પણ. પ્લીઝ બંને લગ્ન કરી લો.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિષા પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેણે હાલમાં જ એક ફોટો શેર કર્યો હતો જેમાં તેનું પેટ થોડું વધેલું દેખાયું હતું જેને કારણે અમિષા પ્રેગ્નન્ટ છે એવી અફવાઓ ઉડવા લાગી હતી, પરંતુ આ બાબતે અમિષાએ કંઈ કહ્યું નહોતું.
આપણ વાંચો : લગ્ન વિના જ મા બનવા જઈ રહી છે આ જાણીતી એક્ટ્રેસ? ફોટો વાઈરલ થતાં જ…