મનોરંજન

કરોડપતિ બિઝનેસમેન સાથે ઇલુ ઇલુ કરી રહી છે આ 49 વર્ષીય અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આમ તો ખાસ કોઇ ફિલ્મોમાં જોવા મળતી નથી. તે લાઇમલાઇટથી પણ દૂર રહે છે. છેલ્લે તે સની દેઓલ સાથે ફિલ્મ ગદર 2માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી અને ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા. જોકે, અમીષા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

હવે અમીષા પટેલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. અમીષાએ સોશિયલ મીડિયા પર બિઝનેસમેન નિર્વાણની સાથે કોઝી ફોટો શેર કર્યા છે. આ ફોટામાં અમીષા તેના ખોળામાં બેઠેલી જણાય છે. આ ફોટાને કારણે જ અમીષાના નિર્વાણ સાથે ડેટિંગની ચર્ચાએ જોર પકડ્યું છે.

અમીષા 49 વર્ષની છે અને હજી કુંવારી છે. તેણે સોશિયલ મીડિયા પર કરોડપતિ બિઝનેસમેન નિર્વાણની સાથેનો ફોટો શેર કર્યા છે અને તેને પોતાનો ડાર્લિંગ ગણાવ્યો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે અમીષા અને નિર્વાણ હાલ દુબઈમાં છે. ફોટોમાં તમે જોશો કે નીરવ અમીષાને ગળે લગાવી છે. બંને કેમેરા સામે જોઈને હસી રહ્યાં છે.

આ ફોટો શેર કરતાં અમીષાએ લખ્યું છે કે, દુબઈમાં મારા પ્રિય નિર્વાણ સાથે અદ્ભુત સાંજ. અમીષાએ ઘણા હાર્ટ ઇમોજી પણ બનાવ્યા છે. અમીષાએ વધુ એક ફોટો શેર કર્યો છે જેમાં નિર્વાણ અન્ય મિત્ર સાથે છે. ખાસ વાત તો એ છે કે નિર્વાણે પણ આ પોસ્ટ પર ટિપ્પણી કરતા લખ્યું હતું કે, ‘ખૂબ મજા, લવ યુ’, જેને કારણે અફવાઓને વધુ બળ મળ્યું છે.

આ તસવીર વાયરલ થતાની સાથે જ ઈન્ટરનેટ પર અફવાઓ અને અટકળોનો સિલસિલો શરૂ થઈ ગયો છે કે શું અમીષા અને નિર્વાણ એકબીજાને ડેટ કરી રહ્યા છે? જો કે, બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ફેન્સ પૂછી રહ્યાં છે કે શું તમે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છો? તો કોઈએ લખ્યું છે કે કદાચ બંને મિત્રો છે, તો કેટલાકે તેમને કપલ પણ કહ્યા છે. ઘણા લોકો એવી ટિપ્પણી પણ કરી રહ્યા છે કે બંને વચ્ચે ઉંમરનો તફાવત ઘણો મોટો લાગે છે.

હવે તમારા મનમાં પણ એવો સવાલ થતો હશે કે આ બિઝનેમેન નિર્વાણ કોણ છે? તો તમને જણાવી દઇએ કે તે બિરલા બ્રેનિઆક્સ અને બિરલા ઓપન માઇન્ડ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ યશોવર્ધન બિરલા અને અવંતિ બિરલાના પુત્ર છે. બિરલા ગ્રૂપના વડા યશોવર્ધન બિરલાની કુલ સંપત્તિ અબજોમાં હોવાનો અંદાજ છે. નિર્વાણ એક સારો ગાયક પણ છે અને હારમોનિયમ વગાડવામાં નિષ્ણાત છે. તેની ખુદની નેટવર્થ પણ કરોડોમાં છે.

Also Read – દીપિકાના પ્રેમમાં પાગલ બન્યો રણવીર સિંહ, શેર કરી ખાસ પોસ્ટ

અમીષાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘તૌબા તેરા જલવા’માં જોવા મળી હતી. આ પહેલા ગયા વર્ષે તેની ફિલ્મ ‘ગદર 2’ રિલીઝ થઈ હતી. સની દેઓલ સાથે અમીષાની આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button