Aamir Khanની પહેલી પત્ની Reena Duttaએ તેને થપ્પડ મારી હતી અને બચકાં પણ ભર્યા હતા

બોલીવૂડના મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાને કપિલ શર્મા શૉમાં ઘણી વાતો શેર કરી છે. તેણે એક કિસ્સો શેર કર્યો તે સાંભળીને બધાને હસવું આવી જશે. આમિરે પહેલી પત્ની રીના દત્તા સાથેનો એક કિસ્સો શેર કર્યો. અભિનેતાએ કહ્યું કે આ તેમના પહેલા સંતાન જુનૈદના જન્મ સમયની વાત છે. તે સમયે રીનાજીને લેબર પેઈન થયું અને અમે તેમને હૉસ્પિટલમાં લઈને આવ્યા હતા. હું તેમને શાંત કરવાની કોશિશ કરતો હતો અને તેમને બ્રિથિંગ એક્સરસાઈઝ કરવા કહ્તો હતો, પરંતુ તેઓ ખૂબ જ પીડામાં હતા એટલે તેમણે મારા ગાલમાં એક તમાચો મારી દીધો અને પછી મારા હાથ પર બચકું પણ ભરી લીધું.
આમિરે કહ્યું કે ત્યારે મને સમજાયું કે જેઓ ખૂબ દુખ કે તકલીફમાં હોય તેમનો ચહેરો ન કહેતો હોય તો પણ તમારે સમજી જવાનું હોય. તમને તેમને જોઈને ખબર ન પડે કે શું અનુભવી રહ્યા છે કારણ કે તેમની માટે પણ આ સ્થિતિને સમજવી અઘરી હોય છે.
આમિર અને રીનાનું લગ્નજીવન 16 વર્ષ ચાલ્યું હતું. રીના આમિરની સ્કૂલ ફ્રેન્ડ હતી અને બન્નેએ પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને બે સંતાન જૂનૈદ અને આયરા થયા. તાજેતરમાં જ આયરના લગ્ન થયા છે જ્યારે જુનૈદ ઓટીટી પ્લેટફોર્મથી અભિનેતા તરીકે ડેબ્યુ કરશે. આમિરે રીના સાથેનો સંબંધ પૂરો કરી કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને આઝાદ નામના દીકરાનો બાપ બન્યો. જોકે આમિર અને કિરણ પણ છૂટા પડ્યા છે.