Amir Khanએ Kiran Raoને પૂછ્યું કે એક પતિ તરીકે મારામાં શું ખામી છે ને…

બોલિવૂડ એક્ટર આમિર ખાન કે મિસ્ટર પરફેક્શનિસ્ટે એક ભૂલ કરી નાખી. પત્નીને પૂછી લીધું કે તને મારામાં કઈ ખામી દેખાઈ છે ને પછી પત્ની તો પત્ની. કિરણ રાવે તેને એક બે નહીં પણ આખી યાદી આપી દીધી. આ કિસ્સો આમિરે ખુદ એક શૉમાં રહ્યો હતો.
અભિનયની સાથે સાથે આમિર પોતાની અંગત જિંદગીને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. આમિરે વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા અને , 2021 માં તેમણે છૂટાછેડા લીધા. અગાઉ રીના દત્તા સાથે આમિરે લગ્ન કર્યા હતા અને તેમના છૂટાછેડા પણ બોલીવૂડ માટે આંચકા સમાન હતા. ત્યાર બાદ આમિર અને કિરણના છૂટાછેડાના નિર્ણયે ઘણા લોકોને ચોંકાવી દીધા હતા. હવે તેમાન છૂટાછેડાને પણ ત્રણ વર્ષ થઈ ગયા છે. બન્ને મિત્ર તરીકે એકબીજાને મળે છે. આમિરના પહેલા પત્નીથી થયેલી દીકરી આયરાના લગ્નમાં કિરણ રાવની ઘરની વ્યક્તિ તરીકેની હાજરી હતી જ. ત્યારે હવે એક શૉમાં આમિરે છૂટાછેડા પછીની કિરણ સાથેની અમુક વાતો શેર કરી છે.
આમિરે કહ્યું કે એક દિવસ હું સાંજે બેઠો હતો ત્યારે મેં કિરણને પૂછ્યું કે પતિ તરીકે મારામાં શું કમી હતી? હું મારી જાતમાં શું સુધારો લાવી શકું તેમ છું, હવે હું જીવનમાં આગળ વધી રહ્યો છું. તેથી હું ચોક્કસપણે તારા અભિપ્રાય વિશે વિચારીશ. ત્યારે પત્ની કિરણે એક સામાન્ય પત્નીની જેમ જ આખી યાદી બહાર પાડી દીધી હતી. આમિરના સવાલ પર કિરણે તેને એક લિસ્ટ જ આપી દીધું. કિરણે કહ્યું કે તું બહુ બોલે છો અને બીજા કોઈને વાત કરવા જ દેતો નથી.આ સાથે કિરણે એમ કહ્યું કે તું હંમેશાં તારો જ કક્કો સાચો કરવો જો છે એટલે કે તને હંમેશાં તું કહે તે જ સાચું એમ લાગે છે વગેરે વગેરે. આમિરે કહ્યું કે મેં લગભગ 15-20 પૉઈન્ટ્સ લખી નાખ્યા છે. જોકે કિરણે એમ પણ કહ્યું કે તે મને પૂછ્યું એટલે મેં કહ્યું છે.
આમિર ખાન અને કિરણની પહેલી મુલાકાત ફિલ્મ લગાનના સેટ પર થઈ હતી. કિરણ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. ધીરે ધીરે કિરણ અને આમિર મિત્રો બન્યા અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તે પછી બંનેએ 8 ડિસેમ્બર 2005ના રોજ લગ્ન કર્યા. બંનેને આઝાદ નામનો પુત્ર છે. લગ્નના 15 વર્ષ પછી એટલે કે 2021 માં, કિરણ અને આમિરે તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી.