ફૈઝલ ખાનનો આમિર પર ગંભીર આક્ષેપઃ આમિર વધુ એક બાળકનો બાપ, જાણો માતા વિશે

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાન તેમના પરિવાર વિરુદ્ધ ‘વિવાદાસ્પદ’ નિવેદનોને કારણે સમાચારમાં છે. તાજેતરમાં, ફૈઝલ ખાને ધડાકો કરતા કહ્યું કે, તેના ભાઈ આમિરનો લગ્નેત્તર સંબંધ હોવાનો અને સુપરસ્ટારને એક ગેરકાયદેસર બાળક હોવાનો દાવો કર્યો છે. આ સાથે તેણે પરિવારના દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત જીવનમાં કેવા છે તેના વિશે પણ વાત કરી છે.
ફૈઝલ ખાને તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જ્યાં તેણે આમિર ખાન અને તેના પરિવાર વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું- ‘જ્યારે હું મારા પરિવારથી ગુસ્સે હતો, ત્યારે મેં એક પત્ર લખ્યો હતો. મારો પરિવાર મને વારંવાર કહી રહ્યો હતો કે લગ્ન કરી લે, લગ્ન કરી લે. ઘણું દબાણ હતું. મેં પત્રમાં પરિવારના દરેક સભ્ય વિશે લખ્યું હતું કે, તેઓ કેવા છે.’
ફૈઝલ ખાને આગળ કહ્યું- ‘મારી બહેન નિખતના ત્રણ લગ્ન થયા છે, આમિર ખાને રીના સાથે લગ્ન કર્યા અને પછી છૂટાછેડા લીધા હતા. પછી તેનો જેસિકા હાઇન્સ સાથે સંબંધ હતો, જેની સાથે તેને એક ગેરકાયદેસર બાળક પણ છે. તે સમયે તે કિરણ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતો. મારા પિતાએ બે લગ્ન કર્યા હતા. મારી પિતરાઈ બહેને બે લગ્ન કર્યા છે. તેથી હું કહેતો, તમે લોકો મને શું સલાહ આપો છો?’
ખરેખર મામલો શું છે?
2005ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આમિર ખાનનો બ્રિટિશ પત્રકાર જેસિકા હાઇન્સ સાથે અફેર હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આમિરે જેસિકાને ગર્ભપાત કરાવવાની સલાહ પણ આપી હતી. જોકે, જેસિકાએ ગર્ભપાત કરાવ્યો નહતો. જોકે, આમિરે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો.
જો કે, ફિલ્મ નિર્માતા કરણ જોહરના ટોક શો ‘કોફી વિથ કરણ’માં આમિર ખાને કબૂલાત કરી હતી કે તેણે સંબંધમાં છેતરપિંડી કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય કોઈની સાથે સંબંધમાં છેતરપિંડી કરી છે કે એક જ સમયે બે લોકોને ડેટ કર્યા છે? તો આમિરે હકારમાં જવાબ આપ્યો હતો.
તાજેતરમાં જ ફૈઝલે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે અને તેમાં પોતે પરિવારનો હિસ્સો નથી અને બધા સાથે સંબંધો તોડી નાખ્યા હોવાનું અને પરિવાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવાની વાત કરી છે.
આ પણ વાંચો…આમિર ખાન અને પરિવાર વિરુદ્ધ કોર્ટમાં જશે ભાઈ ફૈઝલ ખાન, બધા સંબંધો પણ તોડ્યા…